પર્યાવરણ વિષય પર એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના એન્વાયરમેન્ટલ વિભાગમાં ચાલી રહેલા નેશનલ સેમિનારના પહેલા દિવસે અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એલ.ડી ના એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર વરંદાની દ્વારા હાઇ રેટ એનએરોબિક રીએક્ટર પર પોતાની સ્પીચ આપી હતી. ત્યારેબાદ પ્રિન્સીપલ રિસર્ચ સાયન્ટિસ્ટ ડો.ગોપીચંદ્રને પોતાનું પ્રેઝન્ટેશન લેસ અન્ડરસ્ટૂડ રોલ ઓફ ફ્રી લીવિંગ પ્રોટોઝોઆ ઇન મીનરલાઇઝેશન અન્ડર એનએરોબિક્સ કન્ડીશન પર આપ્યું હતું. આ ઉપરાંત પણ અલગ અલગ સાત વિષયો પર જાણકોરો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.