મુંબઈ, 21 મે
બોલિવૂડનાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનનો ટીવી શૉ 'સત્યમેવ જયતે' એ ભારત ભરમાં પ્રસિદ્ધિ મેળવી છે, કારણ કે આમિરનાં ઉઠાવેલાં પ્રશ્નો ભલે જૂનાં હોય, તેમ છતાં તેમાં જાગૃતિ જોવા મળી રહી છે.
રવિવારે સ્ટાર પ્લસ પર આવતાં શૉ 'સત્યમેવ જયતે' નાં ત્રીજા એપિસોડમાં દહેજ પ્રથાવો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં એવી મહિલાઓની કહાની બતાવવામાં આવી હતી, જેમણે દહેજ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો. આ એપિસોડ પૂરો થતાની સાથે જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર આ શૉ ટોપથ્રી ટ્રેડર્સમાં જોવા મળ્યો હતો.