Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:38:36 PM IST
 

ધારુન રવિને વેબકેમ કેસમાં ૩૦ દિવસની સજા

May 22, 2012 NRI > US
 
Tags:   Dharun Ravi's Indian-Americans New Jersey comment     E-Mail     Print    
 
Viewed: 4580
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

ન્યૂયોર્ક, તા. ૨૨

રુટજર્સ યુનિર્વિસટીના પૂર્વ વિદ્યાર્થી ધારુન રવિને અમેરિકાના ન્યાયર્મૂિતએ ૩૦ દિવસની સજા ફટકારી છે. રવિ પર પોતાના ગે રૂમપાર્ટનરની વેબકેમ દ્વારા જાસૂસી કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. રવિના આ રૂમપાર્ટનર ટેલર ક્લેમેન્ટીએ જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પરથી પડતંુ મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.

પોતાના ગે રૂમપાર્ટનરની જાસૂસી કરવાના આરોપમાં દોષિત
 

આ કેસમાં રવિને ૧૦ વર્ષ સુધીની સજા થઇ શકતી હતી. સુપિરિયર કોર્ટના ન્યાયર્મૂિત ગ્લેન બેરમેને તેને ૩૦ દિવસની સજા ફટકારી છે. ન્યાયર્મૂિતએ તેને ૩ વર્ષના પ્રોબેશન પિરિયડ પર રાખવાનો આદેશ આપ્યો છે. કાઉન્સિલિંગ મેળવવા ઉપરાંત હેટ ક્રાઇમનાં પીડિતોને મદદ કરવા માટે ચલાવવામાં આવતા પ્રોગ્રામ માટે ૧૦,૦૦૦ ડોલરની ચુકવણી કરવાનો પણ રવિને આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદપક્ષના વકીલ બ્રુસ કપલને જણાવ્યું હતું કે આ સજા અપૂરતી છે અને તે આ ચુકાદા અંગે અપીલ દાખલ કરશે.

માર્ચ માસમાં રવિ વિરુદ્ધ ૧૫ આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. ગાર્ડન સ્ટેટ ઇક્વાલિટી નામના ન્યૂજર્સીના ગે રાઇટ્સ ઓર્ગેનાઇઝેશને સજા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન ધારુન રવિની માતા સબિતા રવિ પણ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન ટેલર ક્લેમેન્ટીની માતા જેન ક્લેમેન્ટીએ કોર્ટમાં જણાવ્યું હતું કે મને પણ ખબર નથી કે મારા પુત્રે શા માટે આત્મહત્યા કરી હતી ? જ્યારે ટેલરના પિતા જો કલેમેન્ટીએ જણાવ્યું હતું કે ધારુન રવિને સજા થવી જ જોઇએ.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com