વોશિંગ્ટન 24, મે
એક અમેરિકન મહિલા દ્વારા ૩૦ વર્ષ પહેલા કોલકાતામાં દત્તક લેવાયેલી ભારતીય અમેરિકન મહિલાને અમેરિકામાં નિર્વાસિત બનીને ભારત આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.એક સ્થાનિક અદાલતે અમેરિકી સરકારના કૈરી આભાને દેશમાંથી પ્રર્ત્યાિપત કરવાના મામલામાં હસ્તક્ષેપ કરવાની નનૈયો ભણી દીધો છે જ્યારે અમેરિકન સરકાર તેને વિદેશી ગુનેગાર માનીને તેને નિર્વાસિત કરવા માગે છે.
૩૦ વર્ષીય કૈરી આભાના વકીલે જણાવ્યું હતું કે ૩૦ વર્ષથી અમેરિકામાં વસી રહેલ મહિલાનો દેશ નિકાલ કરતી સરકારને રોકવા તેઓ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જવાનું આયોજન કરી રહ્યા છીએ.
અમેરિકાની ઉટા કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ પાસે તેમના કાર્યક્ષેત્ર બહાર અને તેની કાયદાકીય પરિસ્થિતિની મર્યાદા બહાર જવાનો અધિકાર નથી.ઉલ્લેખનીય છે કે ૧૯૮૨માં કૈરી આભા જ્યારે ત્રણ માસની હતી ત્યારે અમેરિકાની ઉટાપ્રાંતની મહિલાએ તેને દત્તક લીધી હતી પરંતુ કૈરી ૮ વર્ષની થતાં તેની માતાનું નિધન થયું હતું જ્યારે કૈરી ૧૭ વર્ષની હતી ત્યારે તેને નકલી ચેક દ્વારા છેતરપિંડીના કેસમાં સજા ભોગવવી પડી હતી.