Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:19:51 AM IST
 

યિવુમાં ભારતીય વેપારીના અપહરણ બદલ યુવતીની અટકાયત

May 27, 2012 NRI > Rest of World
 
Tags:   NRI Indian origin Yiwu China Indian Kidnap Danish Quresh Indian’s kidnap comment     E-Mail     Print    
 
Viewed: 4065
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

બેઇજિંગ, તા. 27

ચીનના ઝેજિઆંગ પ્રાંતમાં આવેલા, કોમોડિટી હબ ગણાતા યિવુ શહેરમાં ગત સપ્તાહે નાણાકીય વિખવાદને લઇને એક ભારતીય વેપારીનું અપહરણ કરનારી ચાઇનીઝ યુવતીની અટકાયત કરવામાં આવી છે. યિવુ જીવનજરૃરી ચીજવસ્તુઓનું દુનિયાનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. વાંગ અટક ધરાવતી એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને મુંબઇના વેપારી મોહંમદ દાનિશ કુરેશીને પોતાના ઘરે ગત સોમવારથી ગેરકાયદે રીતે ગોંધી રાખ્યો હતો. ફૈઝલ નામના એક ભારતીય બિઝનેસમેન માટે કામ કરતા દાનિશને પોલીસે ત્યાંથી બુધવારે છોડાવીને ભારત પરત મોકલ્યો હતો. યુવતી અને તેના બોયફ્રેન્ડે દાનિશને એક રેસ્ટોરન્ટમાંથી ઉઠાવ્યો હતો.
  • મુંબઈના દાનિશ કુરેશીને ૩ દિવસ ગોંધી રખાયો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફૈઝલે વાંગને અને તેની એક ક્લાસમેટને ૨૦૦૯માં યિવુમાંથી જીવનજરૃરી ચીજો ખરીદવાનું કામ સોંપ્યું હતું, જેના નાણાં તેણે વાંગને છેલ્લાં ત્રણ વર્ષથી ચૂકવ્યાં નહોતાં. ઈ-મેલ કે ફોન દ્વારા ફૈઝલનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ વાંગને માલૂમ પડયું હતું કે ફૈઝલે તેના માટે કામ કરતા દાનિશને ગત ૯ માર્ચે યિવુ મોકલ્યો છે. તે દાનિશ પાસેથી પોતાનાં નાણાં મેળવવા તેને મળવા ગઇ હતી પરંતુ નાણાં ન મળતાં તેણે બોયફ્રેન્ડ સાથે મળીને દાનિશનું અપહરણ કર્યું હતું.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com