Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:07:44 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ચેસ, હોકીમાં કાલે નિર્ણાયક દિવસ

May 29, 2012 Sports
 
Tags:   Chess Hockey comment     E-Mail     Print    
 
Viewed: 1397
Rate: 5.0
Rating:
Bookmark The Article

મોસ્કો/ઇપોહ, તા. ૨૯

 ભારતીય ચેસ અને હોકી માટે આવતીકાલનો દિવસ અત્યંત મહત્ત્વનો બની રહેશે. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં વિશ્વનાથન આનંદ ઇઝરાયેલના બોરિસ ગેલફાન્ડ સામે ટાઇબ્રેકરમાં રમશે. આ ટાઇબ્રેકરને આધારે જ વિશ્વનાથન આનંદ પોતાનો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો તાજ જાળવી રાખવામાં સફળ રહેશે કે કેમ તેનો ફેંસલો થશે. બીજી તરફ મેન્સ હોકી ટીમ અઝલન શાહ ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિના સામે ટકરાશે. ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા ભારત માટે આવતીકાલની મેચમાં વિજય મેળવવો ફરજિયાત છે. આવતીકાલે ચેસ, હોકી બંનેમાં વિજય મેળવીશું તો સોનામાં સુગંધ ભળી જશે....
હોકીમાં વિજય ફરજિયાત

ભારતીય મેન્સ હોકી ટીમ માટે આર્જેન્ટિના સામે બુધવારે રમાનારી મેચ ફાઇનલમાં પ્રવેશવા 'કરો યા મરો' સમાન બની રહેશે. ભારત અને આર્જેન્ટિના હાલ ૪ મેચમાં ૬-૬ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં સંયુક્ત રીતે બીજા ક્રમે છે. ભારત આવતીકાલે હારશે તો તે ફાઇનલમાં પ્રવેશવાની રેસમાંથી લગબઘ બહાર થઇ જશે. સોમવારે યજમાન મલેશિયા સામે ૩-૨થી વિજય મેળવી ભારતે ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. ન્યૂઝીલેન્ડ સામે ૫-૧થી પરાજય થતાં ઓલિમ્પિક્સમાં ભારતના અભિયાનની નિરાશાજનક રીતે શરૃઆત થઇ હતી. ભારતે આ પછી મલેશિયા અને સાઉથ કોરિયા સામે વિજય મેળવી ટૂર્નામેન્ટમાં વળતો પ્રહાર કર્યો છે. બ્રિટન સામેની મેચમાં ભારતે નબળા ડિફેન્સને કારણે પોઇન્ટ મેળવવાની તક ગુમાવી હતી. ભારતીય હોકી ટીમના કોચ નોબ્સે મુકાબલાની પૂર્વસંધ્યાએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ અમારા દેખાવમાં સુધારો થઇ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કોઇ પણ ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે. આગામી બંને મેચમાં વિજય મેળવી અમે ફાઇનલમાં સ્થાન પાક્કું કરવા પૂરા પ્રયાસ કરીશું. અમારું લક્ષ્યાંક અઝલન શાહ ટ્રોફી જ નહીં લંડન ઓલિમ્પિક્સ માટે ટીમ તૈયાર કરવાનું પણ છે.

ભારતને ૩૧ મેએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે. પાકિસ્તાનની ટીમ ૩ મેચમાં ૩ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.

ટાઇબ્રેકથી ફેંસલો

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં આવતીકાલે વિશ્વનાથન આનંદન અને બોરિસ ગેલફાન્ડ વચ્ચે ટાઇબ્રેકર ખેલાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને તેની કારકિર્દીમાં પ્રથમ વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ટાઇબ્રેકર રમવાની નોબત આવી છે. બે કલાક સુધી ચાલનારા ટાઇબ્રેકર મુકાબલામાં સૌપ્રથમ રેપિડ ચેસ ખેલાશે. ૨૫-૨૫ મિનીટના ચાર મુકાબલામાં બંને પ્લેયરોએ ૧૦ સેકન્ડમાં ચાલ રમવાની રહેશે. ચાર રેપિડ ટાઇ બ્રેક ગેમ્સ બાદ પણ સ્કોર સમાન રહે તો બે બ્લિટ્ઝ ગેમ્સ (૫ મિનિટની સમયમર્યાદા, ૧૦ સેકન્ડ પ્રતિ ચાલ) રમાય છે. બે ગેમ બાદ પણ સ્કોર સમાન રહે તો વધુ બે બ્લિટ્ઝ ગેમ રમાય છે, જરૃર પડે તો પાંચ બ્લિટ્ઝ ગેમ રમાડાય છે. વર્તમાન વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં આનંદ અને ગેલફાન્ડ વચ્ચે ૧૨ રાઉન્ડમાં ૩૫૧ ચાલ રમાઇ છે. ૨૦૦૮ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આનંદ-ક્રેમનિક વચ્ચે ૧૨ ગેમ્સમાં ૬૨૭ ચાલ રમાઇ હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com