રોમ : 30, મે
ઇટાલીમાં પ્રોફેશનલ ફૂટબોલ સતત મેચફિક્સિંગનાં દલદલમાં ધસી રહ્યું છે. આ સમયે ઇટાલીના વડાપ્રધાન મારિયો મોન્ટિએ જણાવ્યું છે કે ઇટાલીમાં પ્રોફેશનલ ફૂટબોલ ઉપર બે-ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદી દેવો જોઇએ. ઇટાલીના ફૂટબોલમાં મેચફિક્સિંગનું દૂષણ જે રીતે વધી ગયું છે તેને ડામવા મારો આ માત્ર પ્રસ્તાવ છે. પ્લેયર્સ, કોચ, સપોર્ટ સ્ટાફ મેચફિક્સિંગથી અનેક રમતપ્રેમીઓ સાથે વિશ્વાસઘાત કરે છે. મેચફિક્સિંગને કારણે વિશ્વમાં ઇટાલીના ફૂટબોલનું નીચાજોણું થાય છે.
- 'ઇટાલીમાં ફૂટબોલ ઉપર પ્રતિબંધ લાદો'
- ફૂટબોલ વિશ્વની સૌથી લોકપ્રિય રમત
તાજેતરમાં એક રિસર્ચ એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર ફૂટબોલ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે. આ સર્વેક્ષણ અનુસાર ફૂટબોલના ચાહકોની સખ્યા ૧.૬ બિલિયન છે. આ સર્વેક્ષણમાં માન્ચેસ્ટર યુનાઇટેડની વિશ્વની સૌથી લોકપ્રિય ફૂટબોલ ક્લબ જાહેર કરવામાં આવી છે. વિશ્વભારમાં માન્ચેસ્ટર યુનાઇટેડના ૬૫૯ મિલિયન ચાહકો છે.