મેલબોર્ન : તા. ૫
ભારતીય મૂળની મહિલા દેવિન્દર બૈન્સ તેમનાં પ્રેરણાદાયી શિક્ષણ બદલ પ્રાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા મેડલની ‘ફેર ગો’ કેટેગરીમાં ફાઇનલિસ્ટ તરીકે પસંદ થયાં છે. વર્ષ ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનાર બૈન્સનારંગબામાં જિનિબારા સ્ટેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, તેઓ ૧૧ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે, તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ ભારત કરતાં અલગ છે. વધુ સંસાધનો ઉપલબ્ધ હોવાથી શિક્ષણ વધુ મનોરંજક અને વધુ પ્રેક્ટિકલ બની શકે છે.