નવી દિલ્હી, 31 જુલાઈ
લંડન ઓલિમ્પિકનાં ઉદ્ધાટન સમારોહમાં ભારતીય દળની પરેડમાં અજાણી યુવતી જોવા મળતાં વિવાદ ઉભો થયો હતો. જો કે બાદમાં જાણવા મળ્યું હતું કે એ યુવતી કાસ્ટ મેમ્બર હતી અને ભારતીય દળને નજીકથી જોતાં તે ઉત્સાહમાં આવી ગઈ હતી અને પરેડમાં જોડાઈ ગઈ હતી.
આ યુવતીનું નામ મધુરા હની છે. ભારતીય મૂળની મધુરા લંડનમાં જ રહે છે. ઓલિમ્પિકમાં તે ખાસ ભારતીય ખિલાડીઓને જોવા માટે આવી હતી. જો કે બાદમાં ઓલિમ્પિક સમિતિ દ્વારા પોતાના વર્તન બદલ ભારતીય દળ પાસે માફી માંગવામાં આવી હતી. વિવાદ છેડાયા બાદ આ યુવતીનાં નકલી ફોટા લોકોએ ફેસબુક અને ઈન્ટરનેટ પર Share કર્યાં હતાં. જેમાં તે ઓબામાની સાથે જોવા મળી રહી છે, તો ચંદ્ર પર જનાર નીલ આર્મસ્ટ્રોંગ સાથે પણ જોવા મળી રહી છે.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)