લંડન, તા. ૩૧
લંડન ઓલિમ્પિક્સમાં બુધવારનો દિવસ ભારત માટે મહત્વનો બની રહેશે. આવતીકાલે ભારતીય હોકી ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ભારતનો પ્રારંભિક મેચમં નેધરલેન્ડ્સ સામે ૩-૨થી પરાજય થયો હતો. આમ, આવતીકાલની મેચમાં પરાજય થવા પર ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશવાનો માર્ગ મુશ્કેલ થઇ જશે.
બીજી તરફ વિમેન્સ આર્ચરીની ઇન્ડિવિડયુઅલ ઇવેન્ટમાં દીપિકા કુમારી એલિમેનેશન રાઉન્ડમાં રમશે. તિરંદાજીમાં ભારતનો અત્યારસુધીનો ભારતનો દેખાવ સાધારણ રહ્યો છે અને મેડલ જીતવા દીપિકા ઉપર સઘળી આશા છે.
આ ઉપરાંત સાયના નહેવાલ અને પી.કશ્યપ આવતીકાલથી બેડમિન્ટનના નોકઆઉટ રાઉન્ડમાં રમશે. આવતીકાલના મુકાબલામાં વિજય થવા પર સાયના, કશ્યપ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે.