Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 04:55:10 AM IST
 

ટાઇટલર અને સજ્જનકુમારને બ્રિટનમાં પ્રવેશ ન આપો

Aug 01, 2012 NRI > UK
 
Tags:   Panjab Briten comment     E-Mail     Print    
 
Viewed: 970
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. ૧

બ્રિટનમાં રહેતા શીખ સમુદાયે ભારતમાં ૧૯૮૪ શીખો પર થયેલા હુમલામાં અને શીખવિરોધી રમખાણોમાં કહેવાતી શકમંદ ભૂમિકા માટે જગદીશ ટાઇટલર, સજ્જનકુમાર, પૂર્વ આઇપીએસ અધિકારી કેપીએસ ગિલ અને એસ. એસ. સૈનીને ઓલિમ્પિક ગેમ્સમાં હાજરી આપવા બ્રિટનમાં પ્રવેશ નહીં આપવા માગણી કરી છે. આ લોકોએ શીખો સામે માનવઅધિકાર ભંગમાં શંકાસ્પદ ભૂમિકા નિભાવી હોવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુકેમાં વસતા શીખોએ આ માટે બ્રિટિશ સરકારનો સંપર્ક સાધ્યો હતો અને તેમના પર બ્રિટનમાં પ્રવેશબંધી ફરમાવવા કહ્યું હતું. જો કે આ મામલે સરકારે શીખ સમુદાયને કોઈ ખાતરી આપી નથી પણ આવા કિસ્સાઓ નિવારવા માટે ચોક્કસ નીતિ ઘડી હોવાનું જાણવા મળે છે. ભારત માટેના વિદેશી બાબતોના પ્રધાન જેરેમી બ્રાઉને કહ્યું હતું કે આવી વ્યક્તિગત બાબતોમાં તેમનું મંત્રાલય સામાન્ય રીતે કોઈ ટિપ્પણી કરતું નથી.

આવા સંજોગોમાં સામાન્ય રીતે બ્રિટનની નીતિ એવી રહી છે કે બ્રિટન કે બ્રિટિશરોની સુરક્ષા કે સલામતી જોખમાવાતી હોય તેવી વ્યક્તિને બ્રિટનમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવે છે. આવી વ્યક્તિઓએ માનવઅધિકારનો ભંગ કર્યો હોય તેવા કોઈ વિશ્વાસપાત્ર પુરાવા મળે તો પણ તેમને બ્રિટનમાં પ્રવેશ અપાતો નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com