Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 08:54:36 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

કેમ આ આરોપીને પોલીસ કસ્ટડીમાં ખાવો પળ્યો ગળે ફાંસો ?

Aug 02, 2012 Gujarat > Bhuj
 
Tags:   Bhuj Local News comment     E-Mail     Print    
 
Viewed: 3972
Rate: 5.0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૧

ભુજમાં વધુ એકવાર પોલીસની કસ્ટડીમાં આરોપીનાં આપધાતનો બનાવ બનતા જીલ્લામાં ચકચાર મચી ગઈ હતી. શહેર પોલીસે મંગળવારની સાંજે વાહનચેકિંગ દરમિયાન બાઈક ચાલકને રોક્યા બાદ સંતોષ કારક જવાબ ન આપતાં તેની અટક કરી પુછપરછ હાથ ધરતાં બાઈક ચોરીની હોવાનું ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાઈકચોરીનાં કેસમાં પોલીસ કસ્ટીડીમાં રહેલા આ આરોપીએ આજે વહેલી સવારે શહેર પોલીસમથકનાં બાથરૂમમાં આપધાત કરી લેતા, પોલીસ પણ શંકાનાં દાયરામાં આવી ગઈ હતી અને બનાવ પ્રકાશમાં આવતાની સાથે ઉચ્ચ અધિકારીઓએ પત્રકારોને દુર રાખી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભુજમાં કસ્ટોડીયલ ડેથની ઘટના બની હોવા છતાં બનાવમાં જવાબદારોએ લાપરવાહી દાખવી હોવા ઉપરાંત આપધાતનાં બનાવ અને સ્થિતી અંગે તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

  • મૂળ અમદાવાદના કુંજડ ગામના આરોપીએ બાઈકચોરી કબૂલી હતી
  • ભુજ શહેર પોલીસની કસ્ટડીમાં આરોપીએ ગળે ફાંસો ખાધો

ચોંકાવનારાની ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ બાઈકચોરીનાં કેસમાં ધરપકડ કરાયેલા મુળ અમદાવાદનાં કુંજળનો અને હાલે ધડાણી ખાતે રહેતા તેજેન્દ્ર જીતેન્દ્ર પટેલ (ઉ.વ.રર)નામના આરોપીએ આજે શહેર પોલીસમાં વહેલી સવારે પ.૩૦થી ૬.૩૦ વાગ્યાના અરસામાં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસસુત્રોનાં જણાવ્યા પ્રમાણે સવારે પ.૧પ વાગ્યે શહેર પોલીસ મથકની ર નંબરની જીપ પોલીસ મથકે ચા લઈ આવેલ હતી અને આરોપી તેજેન્દ્ર ચા પાણી પીધા હતા અને ત્યાં સુધી તે સ્વસ્થ લાગ્યો હતો બાદમાં પ.૩૦થી ૬.૩૦ વાગ્યાના અરસામાં આરોપી પીએસઓ રૂમની ડાબી બાજુના લોકઅપમાં તેજેન્દ્ર બાથરૂમમાં ગયો હતો. આ લોકઅપમાં અન્ય ગુનાના ત્રણ આરોપી હતા. તેમનાં પકડ વોરન્ટના કેસમાં ઝડપાયેલા જગદીશ મનજી જોગીને બાથરૂમમાં જવાનું હોઈ દરવાજો ખોલતાં તેજેન્દ્ર ગળો ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેણે પોતાનો શર્ટ હવા ઉજાસ માટેની બારીના સળિયામાં બાંધી પોતાના ગળે ફાંસો ખાઈઆત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતાં ફરજ પરનાં પીએસઓ વીરજી બડગાએ પીઆઈને જાણ કરતાં વહેલી સવારે તેઓ પહોંચી આવ્યા હતા. ફરજ પરના પીએસઓએ સવારે ૬.૩૦ વાગ્યાના અરસામાં આપઘાતના આ બનાવની જાહેરાત કરી હતી.

આપઘાતના બનાવની જાણ થતાં પશ્ચિમ કચ્છ વિભાગનાં જિલ્લા પોલીસવડા બિપીન આહિરે, ડીવાયએસપી એમ.કે.જાડેજા, એસઓજી પીઆઈ રોહિતસિંહ ડુડિયા, તાલુકા પીઆઈ બી.એચ.ચાવડા, શહેર પીઆઈ દિગ્વીજયસિંહ રાણા સહિતના પોલીસ મથકે ધસી આવ્યા હતા તેમજ આપઘાત સંદર્ભે નખત્રાણા વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી.જાડેજા અને ભુજના મામલતદાર ભંડેરી અહીં પોલીસ મથકે આવી તેમની હાજરીમાં સરકારી તબીબે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભુજ શહેર પોલીસ મંગળવારે સાંજે ૭ વાગ્યાના અરસામાં જયુબિલી સર્કલ પરથી બાઈકચોરીનાં મામલે ધરપકડ કરેલ તેજેન્દ્ર જીતેન્દ્ર પટેલે કોલેજમાં એક વર્ષનો અભ્યાસ કર્યો છે તેમજ પાંચ વર્ષ પહેલાં તેના પરિવારજનોએ ઘરથી કાઢી મૂકયો હોવા તપાસમાં ખુલવા ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ, રાશનકાર્ડની ઝેરોક્ષ અને સ્કૂલ્ લિવિંગ ર્સિટફિકેટ પણ કબજે કર્યા હતા.

આજે સવારથી લોકઅપમાં બાઈક ચોરીના આરોપીની આત્મહત્યાના બનાવથી શહેર ભરમાં વાયુ વેગે વાત પ્રસરી હતી અને અહીં વહેલી સવારથી પોલીસના ઉચ્ચ અધિકારીઓના આગમનથી અહીંથી પસાર થતાં શહેરીજનોમાં ચર્ચાનો વિષય જામ્યો હતો. શહેર પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ જવાનોમાં આ બનાવથી સ્પષ્ટ તનાવ જાણવા મળ્યો હતો દરમ્યાન મરણજનાર તેજેન્દ્રના મૃતદેહને વધુ તપાસ માટે જામનગર તરફ રવાના કરાયો હતો.

હે.હતભાગીએ લોરિયામાં લાખો રૂ.ની ટોપી ફેરવી હતી.

પોલીસ કસ્ટડીમાં આપઘાત કરનાર આ આરોપીએ અગાઉ ભુજ તાલુકાના લોરિયા ગામે પેટ્રોલપંપમાં નોકરી કરતો હતો.ત્યાં લાખોની ટોપી ફેરવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમજ નખત્રાણા વિસ્તારમાં પણ નાની મોટી ચોરીઓ કરતો હતો.તાલુકાના માધાપર ગામે એક યુવતી સાથે તેનો પ્રેમસંબંધ હોઈ તે યુવતીને બાઈક પર ફેરવી મોજ શોખ પૂરા પાડતો હતો.

હે.હતભાગીના કાકાએ હાથ ઉંચા કર્યા !

આરોપીના કાકા નીતિન પટેલે ગઈ કાલે સાંજે શહેર પોલીસ મથકે આવ્યા હતા. અને તેમણે પોલીસને જણાવ્યું હતું કે, આ યુવાન સાથે કંઈ જ સંબંધ નથી.

આપધાત પાછળ જવાબદાર કોણ ? પોલીસની માર કે...

અહીના પોલીસ મથકમાં ગઈ કાલે ભુજની ર જેટલી બાઈકચોરીમાં પકડાયેલા બાઈકચોરના આપઘાત અંગે અમુક વાતો પણ તપાસ દરમિયાન બહાર આવી શકે છે. હતભાગી બાઈક ચોર માધાપરની એક યુવતી સાથે પ્રેમ કરતો હોઈ તેને આ ચોરીની ખબર પડશે તો શુ થશે એ ચિંતામાં પણ આપઘાત કર્યો હશે ? એવી આશંકા ઉદ્દભવી છે તેમજ બાઈક ચોરીમાં પકડાયેલો હોવાથી પોલીસ મોડીરાત્રિના તેને બેફામ માર માર્યો હશે ? એ શંકા પણ ઉદ્દભવી છે. જો કે, અગાઉ પણ ભુજ શહેરમાં આવી રીતે ચોરીમાં પકડાયેલ યુવાને આવી રીતે આપઘાત કર્યો હતો. તેનો ભેદ પણ અકબંધ છે. તો આ બનાવની ઉંડી તપાસ થશે ? એવી ચર્ચા છે.

આરોપી લોકઅપમાં આપઘાત કેવી રીતે કરી શકે ?

અહીં પોલીસ મથકમાં પીએસઓની ચેમ્બરની સામે ડાબી બાજુની જેલમાં આજે રાત્રિ દરમિયાન જુદા જુદા કેસના ચાર આરોપી હતા. ત્યારે આ આરોપી લાઈન પર કેવી રીતે ચડયો ? ભારે વજન ધરાવતા તેના શરીરનો શર્ટ થી ગળે ફાંસો કેમ ખાઈ શકયો ? એ શંકાસ્પદ બાબતો છે. તેમજ ચોંકાવનારી માહિતી એવી પણ મળી કે, યુવાને ગળે ટુંપો દિધો હશે, ત્યારે આજુબાજુમાં તેની ચીસ ન સંભળાઈ હોવાની વાત સૂત્રોએ જણાવી હતી. તેમજ લાખોની ટોપી ફેરવનાર બાઈકચોરીમાં પકડાયેલો આ પ્રકારનો ગુનેગાર આપઘાત કરી શકે ? એ વાત પણ ગળે ઉતરતી નથી.

આ બનાવમાં પૂર્ણ તપાસ થશેઃ એસપી

જિલ્લા પોલીસવડા બિપીન આહિરે શહેર પોલીસ મથકમાં પ્રાંગણમાં આ બનાવ અંગે પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે, શહેર પોલીસે ગઈકાલે સાંજે બાઈક ચોરીમાં પકડેલા આ આરોપીએ આજે વહેલી સવારે પોલીસની કસ્ટડીમાં બાથરૂમમાં પોતાના શર્ટ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવની તપાસ એસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તપાસ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, તેમની

હદના પોલીસ મથકોમાં કોઈ પણ ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા કડક આદેશ અપાયો છે. તેમણે આ બનાવ અંગે પૂર્ણ તપાસ હાથ ધરાવશે એમ પત્રકારોને જણાવ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com