Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 10:49:30 AM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

વડાપ્રધાનની હાજરી બૂંદિયાળ બને છે!!

Aug 02, 2012 Sports > Olympic 2012
 
Tags:   London Olympics 2012 David Cameron comment     E-Mail     Print    
 
Viewed: 248
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન 2, ઓગષ્ટ

વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોઇ મોટી ઇવેન્ટ દરમિયાન પોતાના ખેલાડીઓનો જુસ્સો વધારવા હાજર રહેતા હોય છે અથવા તો તેમની હાજરીથી પણ ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થઇ જાય છે, જોકે, નવાઇની વાત એ છે કે લંડનમાં ચાલી રહેલી ઓલિમ્પિક્સ દરમિયાન તેનાથી ઊલટું જ માનવામાં આવે છે. બ્રિટિશરો માને છે કે તેમના વડાપ્રધાન ડેવિડ કેમરોન જે પણ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા છે તેમાં બ્રિટન ફેવરિટ હોવા છતાં ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. ત્રણ દિવસ અગાઉ સિન્ક્રોનાઇઝ્ડ ડાઇવિંગ ઇવેન્ટમાં બ્રિટનનો ટોમ ડેઇલીનો ગોલ્ડ મેડલ નિશ્ચિત જ હતો, જોકે, એ ઇવેન્ટમાં કેમરોન ઉપસ્થિત રહ્યા અને ડેઇલી મેડલ નહીં જીતી શકતાં બ્રિટિશરોની આ માન્યતા દૃઢ બની છે.

...અને કેમેરામાં કેદ થઈ શરમજનક ઘટના

લંડન ઓલિમ્પિક્સની વિમેન્સ વોટરપોલો ઇવેન્ટ દરમિયાન પાણીની અંદર લાગેલા કેમેરાએ કેટલીક એવી તસવીર કેદ કરી લીધી જેને જોઇ કોઇ પણ વ્યક્તિ શરમાઇ જાય. મેચ દરમિયાન સ્પેન અને અમેરિકાની મહિલા પ્લેયર્સ પાણીની અંદર એકબીજા સામે બાખડી પડી હતી. સ્પેનિશ પ્લેયરે ગુસ્સામાં આવી અમેરિકન પ્લેયરનો સૂટ ખેંચ્યો હતો અને એ સાથે જ તેનાં સ્તન ઉજાગર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો.

પાકિસ્તાન આ વખતે એકેય મેડલ નહીં જીતે

પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પોર્ટ્સપર્સન્સના મતે લંડન ઓલિમ્પિક્સમાં પાકિસ્તાન આ વખતે એક પણ મેડલ જીતી નહીં શકે. લંડન ઓલિમ્પિક્સ માટે પાકિસ્તાને ૩૭ એથ્લેટ્સ મોકલ્યા છે, જેમાં ૧૬ ઓફિશિયલ્સ, ૧૬ હોકી પ્લેયર્સ અને પાંચ અન્ય ઇવેન્ટના પ્લેયર્સનો સમાવેશ થાય છે. આ અન્ય પ્લેયર્સમાં બે સ્વિમર્સ, બે એથ્લેટ્સ અને એક શૂટરનો સમાવેશ થાય છે. પાકિસ્તાને કુલ ૧૦ મેડલ ઓલિમ્પિક્સમાં જીત્યા છે, જેમાંથી ૮ હોકીમાં છે.

૧ કરોડ લોકો ઇતિહાસના સાક્ષી બન્યાં

મંગળવારે રાત્રે અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સે મેળવેલી સિદ્ધિને વિશ્વભરમાંથી ૧ કરોડથી વધુ લોકોએ ટેલિવિઝન ઉપર નિહાળી હતી. લંડન ઓલિમ્પિક્સની એક ઇવેન્ટમાં આ સૌથી વધુ વ્યૂઅરશિપ છે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com