Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 12:19:53 PM IST
 

ભારે સંઘર્ષ બાદ પેસ-વર્ધનની જોડી હારી

Aug 02, 2012 Sports > Olympic 2012
 
Tags:   Olmpic Tennis Leander Peas Vishnu Vardhan India comment     E-Mail     Print    
 
Viewed: 336
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, 2 ઓગસ્ટ

સતત છ ઓલિમ્પિક ખેલના અનુભવી લિયેન્ડર પેસ અને યુવા ખેલાડી વિષ્ણુ વર્ધનની નવી જોડીની સફર લંડન ઓલિમ્પિકના બીજા રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઈ છે. બુધવારે ભારતીય જોડીનો મુકાબલો ફ્રાંસના વિલ્ફેંડ સોંગા અને માઈકલ લોડ્રાની મજબુત જોડી સાથે હતો. જો કે પેસ અને સાનિયા મિર્ઝાની મિક્સ ડબલની મેચ હજુ બાકી છે. જે આજથી શરૂ થશે.

સોંગા અને માઈકલની મજબૂત જોડી સામે પેસ-વર્ધનની જોડી હારશે એ તો નક્કી હતું જ. પણ પોતાની લડાયક રમતથી ભારતીય જોડીએ હાજર દર્શકોના દિલ જીતી લીધા હતા.

પહેલા સેટનો નિર્ણય ટાઈમાં પરિણમ્યા બાદ બીજા સેટમાં સોંગા અને લોડ્રાની જોડીએ બાજી મારી અને 7-6થી આગળ રહ્યા. આ સેટમાં પણ ભારતીય જોડીએ જોરદાર પ્રદર્શન કર્યું. આખરી સેટમાં નિર્ણાયકમાં પણ ઘણી ટક્કર આપી હતી.

પેસ-વર્ધન પહેલા ભૂપતી અને બોપન્નાની જોડી પણ બીજા રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગઈ છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com