Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 05:04:31 PM IST
 

મુંબઈના મેયરને પણ જિસ્મ-2નાં પોસ્ટર પસંદ ન પડ્યાં

Aug 02, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sunny leone Hot poster Nude poster Jism-2 Bollywood Poster Jism-2 Poster Mumbai mayor Sunil Prabhu Mayor Pooja bhatt Bollywood BMC Posters comment     E-Mail     Print    
 
Viewed: 2787
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, તા. 02

બોલિવૂડની અભિનેત્રી પૂજા ભટ્ટની આગામી ફિલ્મ જિસ્મ-2માં સની લિયોનનાં  કામણગારા સૌંદર્યનાં ચમકારા જોવા લોકો ભારે આતૂરતાથી વાટ જોઈ રહ્યા છે, તો આ ફિલ્મમાં જરૂર કરતાં વધારે પડતી અશ્લીલતાને લીધે મોટા વિવાદમાં સપડાઈ ગઈ છે.

આ જિસ્મ-2 ફિલ્મનાં પોસ્ટર એટલા હૉટ છે કે બીએમસીને આને હટાવવા પડ્યા છે. મુંબઈનાં મેયરના હુકમ પછી બેસ્ટની 75 બસો, 25 બસ ડેપો અને વીજળીનાં થાંભલાઓ પરથી ફિલ્મનાં પોસ્ટર ઉખેડી દેવાયાં છે.  આ કાર્યવાહી એનસીપીના પાર્ષદ વિદ્યા ચવ્હાણની ફરિયાદને પગલે કરવામાં આવી છે. તેમનું કહેવું હતું કે પોસ્ટર એકદમ અભદ્ર હતું.

મેયર સુનિલ પ્રભુએ જણાવ્યું કે, ''ચવ્હાણની ફરિયાદ પછી મેં બેસ્ટના મેનેજરને બસોમાંથી જિસ્મ-2નાં સની લિયોનનાં પોસ્ટર હટાવવાનો હુકમ કર્યો હતો.''

BMCનાં કમિશનર સીતારામ કુંટેએ આ કાર્યવાહીને સમર્થન આપ્યું છે. જિસ્મ-2ના ડાયરેક્ટર પૂજા ભટ્ટનાં પિતા અને ફિલ્મના લેખક મહેશ ભટ્ટે આ કાર્યવાહી પર જણાવ્યું કે, આ એક એવું યુદ્ધ છે, જેને લડવું બેકાર છે.

પૂજા ભટ્ટની વિવાદાસ્પદ ફિલ્મ જિસ્મ-2 આગામી શુક્રવારે રિલિઝ થઈ રહી છે. ફિલ્મની જાહેરાતને લઈને  હમણાં સુધી ઘણાં વિવાદો સામે આવ્યા છે.

જો કે જિસ્મ-2 ફિલ્મના વિવાદમાં અન્ય એક વધારો પણ થયો છે તે પ્રમાણે આ ફિલ્મનું ટાઈટલ સોંગ ચોરી કરાયું હોવાનો આરોપ લાગ્યો છે. ફિલ્મની સામે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ થઈ ચૂકી છે અને હીરોઈન સની લિયોનના પૂતળાને ફૂંકવામાં આવી રહ્યું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com