Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:01:34 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

આ જગ્યાએ જવાથી તમને મળશે સ્વર્ગીય આનંદ

Aug 02, 2012 Offbeat
 
Tags:   Travel Mahabaleshwar Tour Tourist Tourism Chhatrapati Shivaji Mahabaleshwar tour Mumbai Shivling Shiva temple Lord shiva temple East India Company Maharashtra Indian state Traveler Rain Monsoon comment     E-Mail     Print    
 
Viewed: 9148
Rate: 4.4
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. 02

દરિયા કિનારાથી 1372 મીટરની ઊંચાઈ પર આવેલું મહાબળેશ્વર મહારાષ્ટ્રનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું લોકપ્રિય અને સુંદર પર્વતીય સ્થળ છે. આ સ્થળ બ્રિટિશકાળમાં બોમ્બે પ્રેસિડેન્સીની ગ્રીષ્મઋતુની રાજધાની હતી. મહાબળેશ્વરની હરિયાળીથી ભરપૂર મનોરમ દ્રશ્યો પર્યટકોને સ્વપ્નલોકમાં વિહરવાનો અવસર આપે છે. જો કે આ સ્થળ પર ચોમાસામાં વધારે મજા પડે છે. ચોમાસાની સીઝનમાં તો આની સુંદરતા સોળે કળાએ ખીલેલી હોય છે. 

મહાબળેશ્વર મુંબઈથી 64 કિલોમીટર દક્ષિણ-પૂર્વ અને સતારા શહેરના પશ્ચિમોત્તરમાં પશ્ચિમોઘાટની સહ્યાદ્રી પહાડીઓમાં 1,438 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. મહાબળેશ્વર સિટી ઊંચી ઘાટીઓ વાળા પહાડ અને તળેટીથી કોંકણનાં મેદાનનું મનોરમ દ્રશ્ય રજૂ કરે છે.

પ્રાચીન કાળમાં કૃષ્ણા નદી અને તેની મુખ્ય ચાર સહાયક ધારાઓનાં ઉદગમ સ્થાન તરીતે માન્યતા મળેલી હતી. આ સ્થાનને હિન્દુઓ દ્વારા તીર્થસ્થળ માનવામાં આવે છે. અંગ્રેજોએ આ ક્ષેત્રની તમામ શક્યતાઓની જાણકારી લગાવી અને વર્ષ 1828માં પર્વતીય સ્થળનાં રૂપમાં આધુનિક નગરની સ્થાપના કરી હતી. પહેલા આને બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં ગવર્નરના નામ પર મેલકમપેથ કહેવાતું હતું.


શું જોશો:
ઊંચી ટોચ, ભય પમાડનાર ઘાટીઓ, સુંદર લીલોતરી, ઠંડી પર્વતીય હવા, મહાબળેશ્વરની ખાસ વિશેષતા છે. આ મહારાષ્ટ્રનું સૌથી વધુ લોકપ્રિય સ્થળોમાનું એક છે આને એક સમયે બ્રિટીશ શાસન દરમિયાન અહીં બોમ્બે પ્રેસીડેન્સીની ગ્રીષ્મ સમયની રાજધાની રહેતી હતી. મહાબળેશ્વરમાં ઘણાં દર્શનીય સ્થળો છે અને દરેક સ્થળની પણ એક અનોખી  ખાસીયત છે. અહીં આવવાથી બેબિંગ્ટન પૉઈન્ટની તરફ જવા ધૂમ નામના સ્થળે રોકાણ માટે સારું સ્થાન છે.

તમે જૂના મહાબળેશ્વર અને પ્રસિદ્ધ પંચ ગંગા મંદિરમાં જઈ શકો છો. જ્યાં પાંચ નદીઓનાં ઝરણાં આવેલાં છે. કોયના, વેના, સાવિત્રી, ગાયત્રી અને પવિત્ર કૃષ્ણા નદીઓ આવેલી છે. અહીં મહાબળેશ્વરનું પ્રસિદ્ધ મંદિર પણ છે, જ્યાં સ્વયં ભૂ લિંગ સ્થાપિત છે. શિવરાત્રિ વખતે અહીં મેળો ભરાય છે.

વર્ષ 1828માં બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર સર જૉન મેલકમ દ્વારા શોધવામાં આવેલ જોવાલાયક આશરે 30 પૉઈન્ટ છે. એલફિન્સટન પૉઈન્ટ, માજોરી પૉઈન્ટ, સાવિત્રી પૉઈન્ટ, આર્થર પૉઈન્ટ, વિલ્સન પૉઈન્ટ, હેલન પૉઈન્ટ, નાથકોટ, લાકવિંગ પૉઈન્ટ, બોમ્બે પાર્લર, કર્નિક પૉઈન્ટ અને ફૉકલેન્ડ પૉઈન્ટ સુંદર દ્રશ્ય જોવા માટે આદર્શ જગ્યા છે. મહાબળેશ્વરના જોવાલાયક સ્થળોમાંનું લિંગમાળા વૉટર ફોલ, વેન્ના લૅક, જૂનું મહાબળેશ્વર મંદિર મુખ્ય છે. જૂના મહાબળેશ્વરમાં શ્રાવણ માસમાં દૂર દૂરથી ભાવિકો અહીં દર્શન માટે આવતા હોય છે. ભિલર ટેબલલેંડ, મેહર બાબાની ગૂફાઓ, કમલગર કિલ્લો અને હેરિસન ફોલી પણ દર્શનીય સ્થળો છે.

પ્રતાપગઢ:
આ સ્થળ મહાબળેશ્વરથી માત્ર 24 કિલોમીટરનાં અંતરે તેમજ 900 મીટરની ઊંચાઈ પર આવેલું છે.આ એવા કિલ્લાઓમાંનું એક છે જેનું નિર્માણ છત્રપતિ શિવાજીએ વર્ષ 1656માં પોતાના રહેવા માટે કર્યું હતું. અહીં મરાઠા સામ્રાજયે એક નિર્ણાયક વળાંક લીધો હતો, જ્યારે શિવાજીએ એક તાકાતવર વીર યોદ્ધા અફઝલ ખાનને નાટકીય રીતે માર્યો હતો. 

પંચગિની:
કૃષ્ણા ઘાટના દક્ષિણમાં આવેલ પંચગિની મહાબળેશ્વરથી માત્ર 19 કિલોમીટર જ દૂર છે. આ ચારે બાજુથી અદભુત દ્રશ્યોથી ભરપૂર હોવાથી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. અહી ટેબલ ટૉપ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ પૉઈન્ટ પણ છે. આ સ્થળે ખાસ કરીને ફિલ્મોની પ્રેમગીતોની શૂટિંગ થતી હોય છે. અહીંની પર્વત શ્રેણીને જોવી અને ઝડપી ફૂંકાતી હવા સાથે વાત કરવાનો અનોખો અનુભવ છે. 

ક્યાં રોકાણ કરશો:
મહાબળેશ્વર જવાનો અસલી મજા પોતાનું વાહન લઈને જવામાં છે. કારણ કે, ત્યાં 30 દર્શનીય સ્થળો જોવાલાયક હોવાથી બસ કામે નહીં આવે. આ વેન્ના તળાવની આજુબાજુ 10 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે.

મહાબળેશ્વર મુંબઈથી 247, પૂણેથી 120 કિલોમીટર, ઔરંગાબાદથી 348, પણજીથી 430 કિલોમીટર દૂર છે. મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમે અહીં જવા માટે મુંબઈ અને પૂણેથી ખાસ લક્ઝરી બસોની પણ વ્યવસ્થા કરી છે. અહીં ખાવા-પીવા અને રોકાણ કરવાની સામાન્ય સુવિધા ઉપલબ્ધ છે.


Travelનાં આ ન્યૂઝ પર ફેરવજો એક નજર...
મૉન્સૂનમાં ગોવા જઈ રહ્યા હોવ તો એકવાર આ લિસ્ટ પર નજર ફેરવી લેજો
આ વખતે તમે મૉન્સૂન સમયે તમારા પરિવાર સાથે હૉલિડેઝ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો. મૉન્સૂનમાં હિલ સ્ટેશન જવાનો ઓલ્ડ આઈડિયા છે કારણ કે આ...
 
આ જગ્યાએ નથી ગયા તો ક્યાંય નથી ગયા
વરસાદ ખેંચાઈ ચૂક્યો છે તેમજ રક્ષાબંધન આડે ગણતરીના દિવસો છે તો આ સમયે આ સ્થળે જઈને તમારો વર્ષનો થાક,તણાવ દૂર કરી શકો છો...

આ સ્થળે જઈને તમે જ કહેશો, હવે અહીંથી ક્યાંય જવું નથી
મૉનસૂન હવે મંડાઈ રહ્યો છે ત્યારે મનભરીને આ જગ્યાએ જઈને તમે ચોમાસાનો આનંદ ઉઠાવી શકો છો....

આ મંદિર વિશે જાણીને તમે દર્શન કર્યા વગર રહી શકશો નહીં
આ મંદિરની સૌથી રોચક વાત એ છે કે અહીં એક શિવલિંગ છે, જેમાં એક લાખ છિદ્ધ છે. આના લીધે શિવલિંગને લક્ષલિગ પણ કહેવાય છે. આ છિદ્રોમાંથી એક પાતાળ જવાનો રસ્તો ...

આ સ્થળે મળે છે પાપમાંથી મુક્તિનું 'સર્ટીફિકેટ'
આ સ્થળ તેની ભૌગોલિક અજાયબીને લીધે પણ ખાસ જાણીતું છે આ ઉપરાંત અહીં પાપમાંથી મુક્તિ માટે પ્રમાણપત્ર પણ અપાય છે....

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com