એકસમયની બોલિવૂડ ચોપ એક્ટ્રેસ કહેવાતી અમિષા પટેલ આજકાલ લંડનમાં દિવસો વિતાવી રહી છે. લંડન તેનું મનપસંદ શહેર છે અને તે માટે તે દર વર્ષે તેની મુલાકાત લેવાનું રાખે છે પણ આ વખતે તે લંડલ એકસાથે બે કામ કરવા ગઇ છે. અમિષા તેની હોમ પ્રોડકશનની ફિલ્મ 'દેશી મેઝિક'નું ઘણા સમયથી લોકેશન શોધી રહી હતી અને અંતે તેણે તેની પસંદગીના શહેર પર પસંદગી ઉતારી. લંડન તો તે લોકેશન માટે ગઇ હતી પણ અત્યારે તો તે તેના બોયફ્રેન્ડ સાથે મજા માણી રહી છે. અમિષા તરફથી તેના સુત્રોએ માહિતી આપી હતી કે આ મોટા બજેટની ફિલ્મ છે અને તેના માટે જલ્દીથી તેના દિગ્દર્શકની નિયુક્તિ કરવામાં આવશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત-ચીત ચાલી રહી છે પણ ફિલ્મમાં કોણ છે તે જાણવા મળ્યું નથી. અમિષાને જો ફિલ્મ માટે દિગ્દર્શકની જ જરૂર હોય તો તેના ભૂતપૂર્વ પ્રેમી વિક્રમ ભટ્ટ શું ખોટા!