અનુરાગ બાસુની 'બરફી' ફિલ્મમાં અમુક ભાગ ૧૯૭૦ના સમયનો છે અને તે સમયે વાહનવ્યવસ્થા માટે સૌથી વધુ ઉપયોગ સાઇકલનો થતો હતો. રણબીર કપૂર સાઇકલ ચલાવવામાં માહિર છે અને બખૂબી ચલાવી શકે છે. સમસ્યા માત્ર ત્યાં હતી કે તેને રોકવા ચાર જણને રાખવા પડતા. કેમ કે, સાઇકલ જૂના જમાનાની હતી અને તેમાં બ્રેક નહોતી. ફિલ્મમાં સહ અભિનેત્રીની ભૂમિકા ભજવી રહેલ ઇલેના ડીક્રુઝને સાઇકલ ચલાવતા નહોતું આવડતું. તે માટે સ્પેશિયલ એક રિક્ષા રાખવામાં આવી, જેની પાછળ સાઇકલ બાંધીને શૂટ કરવામાં આવતું. આવી રીતે બે દિવસ ચાલ્યું, પણ ત્રીજા દિવસે સવારે સેટ પર બધા જોતા રહી ગયા. કેમ કે, ઇલેના જાતે, એકલા હાથે, કોઈના સહારા વગર સાઇકલ ચલાવી રહી હતી. ઇલેના માટે આ અનુભવ શાનદાર રહ્યો અને તેને તે કરવામાં ખૂબ મજા આવી તેમ તેણે જણાવ્યું હતું. દિગ્દર્શકે કહ્યું હતંુ કે સાઇકલ ચલાવવા ઇલેનાએ સારી મહેનત કરી હતી અને તે જ્યારે સાઇકલ ચલાવે છે ત્યારે સુંદર લાગે છે. ફિલ્મમાં તેણે સારો અભિનય કર્યો છે. 'બરફી' પ્રેમાળ સંબંધો પર બનેલી ફિલ્મ છે જેમાં લીડ રોલ પ્રિયંકા ચોપરાએ કર્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં ફિલ્મ રિલીઝ થશે તેવી શક્યતા છે.