Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:39:46 PM IST
 

i AM ON.1 : આઇટમ નંબરની હરીફાઇ

Aug 02, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 2482
Rate: 3.3
Rating:
Bookmark The Article

સિનેમા
મલાઈકા અરોરા ખાન
કેટરિના કૈફ
કરિના કપૂર
ચિત્રાંગદા સિંહ
રાખી સાવંત

બોલિવૂડ એટલે કોઇ એક નવું કરે એટલે જ્યાં સુધી તેનો ડાટ ના વળે ત્યાં સુધી તેને નિચોવી લેવું. એકસરખી ફિલ્મો બનાવવાનું શરૂ થાય તો એક-બે વર્ષ સુધી તે પ્રકારની ફિલ્મો જ આવે છે. આજકાલ પવનનો વાયરો બદલાયો છે અને આઇટમ સોંગ તરફ વળ્યો છે. પહેલાં આઇટમ સોંગ એ ગ્રેડની હિરોઇનો ના કરતી એટલે તેને અલગ અંદાજમાં સી ગ્રેડની હિરોઇનો ફરમાવતી. આ આઇટમ સોંગની ધમાલ તો જૂની છે પણ તેનો રંગ હવે ચડયો છે. આઇટમ સોંગની શરૂઆત એક રીતે તો ૧૯૫૪માં 'નાગિન' ફિલ્મથી વૈજયંતિમાલાએ કરી હતી અને ત્યારબાદ હેલને ૧૯૫૮થી દોર સંભાળ્યો. ૧૯૮૨ સુધી જેટલી ફિલ્મો આવી તેમાં આઇટમ ડાન્સ સૌથી વધારે હેલને કર્યા. પછી તો તેનો લાભ એ ગ્રેડની એક્ટ્રેસે લેવાનું શરૂ કર્યું અને સોનાલી બેન્દ્રેનું 'હમ્મા હમ્મા' પણ 'બોમ્બે' ફિલ્મનું આઇટમ સોંગ જ હતું. જેમ જેમ દિગ્દર્શકોને તેનું મહત્ત્વ સમજાયું તેમ તેનો સ્પેશિયલ ઉપયોગ કરવામાં આવ્યો અને 'ચાઇના ગેટ'માં ઉર્મિલા માતોંડકરનું આઇટમ સોંગ 'છમ્મા છમ્મા' રાખવામાં આવ્યું. 'દિલ સે' ફિલ્મથી આઇટમ ક્વીન મલાઇકા અરોરા આવી અને આધુનિક હેલનનું સ્થાન તેણે લીધું તેમ કહી શકાય. તેણે 'કાંટે' ફિલ્મમાં 'માહિ વે'માં પણ સુપર હોટ આઇટમ સોંગ આપ્યું હતું. 'કાલ'માં પણ તેણે તેના હુશ્નનાં કામણ પાથરીને સોંગને હિટ કરાવી આપ્યું હતું. આજે તો તેના વગર આઇટમ સોંગ અધૂરાં લાગે. લેટેસ્ટમાં મલાઇકાએ 'વેલકમ'માં 'હોઠ રસિલે તેરે', 'દબંગ'માં 'મુન્ની બદનામ હુઈ' અને 'હાઉસફુલ-૨'માં 'અનારકલી ડિસ્કો ચલી' એ ધૂમ મચાવી છે.

 વિશ્વસુંદરી ઐશ્વર્યા રાયે પણ પાછીપાની નથી કરી અને 'શક્તિ' ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે 'ઇશ્ક કમિના' જોરદાર આઇટમ નંબર આપ્યું. 'ધૂમ-૨'માં પણ તેણે 'ક્રેઝી કિયા રે' હિટ કરાવી આપ્યું હતું. આઇટમ સોંગથી પણ વિશેષ સ્પેશિયલ બોલિવૂડ લેન્ડમાર્ક આઇટમ નંબર 'બંટી ઔર બબલી'નું 'કજરા રે' તેની જ દેન છે. બોલિવૂડ હોટ હસીના જે અભિનયથી દૂર હતી તેવી સ્ટારોએ તો આઇટમ સોંગ પર જ પોતાનું જીવન કરી નાખ્યું. કોયેના મિત્રા, શમિતા શેટ્ટી, રાખી સાવંત, ઇશા કોપિકર, કિમ શર્મા, યાના ગુપ્તા અને નિગાર ખાને તો આઇટમ સોંગને જ અપનાવી લીધું.

સમય જતા આઇટમ સોંગને ઊંચો દરજ્જો આપવામાં આવ્યો અને તેને સ્પેશિયલ રીતે તૈયાર કરવામાં આવ્યાં. દિબાકર બેનર્જીએ તો એવું કહ્યું છે કે આઇટમ નંબર વગરની ફિલ્મ મતલબ નેતાઓની વચન વગરની ચૂંટણી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આઇટમ નંબરે માર્કેટ ગરમ કરી આપ્યું છે અને તે માટે હિરોઇનોને કરોડો રૂપિયા ફીરૂપે ચૂકવવામાં આવવા લાગ્યા. કરિના કપૂરે 'ડોન'માં 'યે મેરા દિલ' કર્યું, અને તેની આવી રહેલ ફિલ્મ 'હિરોઇન'માં 'હલકટ જવાની' દર્શકોને હલાવી દેશે. 'હે બેબી'માં તો આઇટમ જ આઇટમ છે અને હિરોઇનનો થપ્પો લગાવી દીધો.

૨૦૧૦થી 'દબંગ'નું 'મુન્ની બદનામ' આવ્યું એટલે મોટી ફિલ્મોમાં આઇટમ સોંગ પરાણે ઘુસાડવામાં આવ્યાં. બે સારી ફિલ્મો વચ્ચે જેમ સરખામણી થાય તેમ મલાઇકા અને કેટરિનાની સરખામણી થવા લાગી કે કોણે બેસ્ટ આઇટમ નંબર કર્યું? મલાઇકાનું આઇટમ ક્વીનનું બિરુદ માર્કેટમાં એક હાથમાંથી બીજા હાથમાં જવા લાગ્યું અને એ જ વર્ષે દીપિકા પદુકોણે બ્લાસ્ટિંગ આઇટમ આપ્યું 'દમ મારો દમ' ફિલ્મમાં અને હરીફાઈમાં તેજી આવી, મલ્લિકા શેરાવતે તો 'ગુરુ' ફિલ્મ પછી આઇટમ નંબર બની રહેવાનો કોડ લઈ લીધો હોય તેવી જ હાલત હતી અને 'થેન્ક યુ' ફિલ્મમાં આઇટમ સોંગ આપ્યું. 'રેડી' ફિલ્મમાં સલમાન ખાન સ્પેશિયલ ગર્લને ફિલ્મ તો મળતી નહોતી એટલે તેને 'કેરેક્ટર ઢીલા' આપી અને રાજી રાખી.

૨૦૧૧નું ગરમાગરમ આઇટમ સોંગ રહ્યું વિદ્યા બાલનના નામે 'ધ ડર્ટી પિક્ચર'નું 'હુ લા લા'. ફિલ્મને હિટ કરાવવામાં આ આઇટમ નંબરે લીડ રોલ કર્યો હતો. કરિનાનું લાલ સાડીમાં ઇલેક્ટ્રિક શોટ લાગે તેવું 'રા.વન'નું 'છમ્મક છલ્લો' જોરદાર હિટ નિવડયું હતું. 'બોડીગાર્ડ'માં ફરીથી કેટરિનાએ જમાવી દીધું અને 'અગ્નિપથ'માં તો તેણે 'ચિકની ચમેલી' કરીને બધાના હોશ ઉડાડી દીધા. 'ચિકની ચમેલી' તેનું એનર્જેટિક પર્ફોર્મન્સ હતું તેમ કહી શકાય, હજી તો વધુ એક સોંગ તમને તેનું 'એક થા ટાઇગર'માં જોવા મળશે.

લાસ્ટમાં 'રાઉડી રાઠોડ'માં શક્તિ મોહન અને મરિયમ ઝકરિયાએ 'આ રે પ્રીતમ' હિટ કર્યું હતું. જો કે 'મેક્સિમમ' ફિલ્મનું હેઝલનું આઇટમ પર્ફોર્મન્સ સારું હતું. હવે 'જોકર' ફિલ્મમાં ચિત્રાંગદા સિંહનું સ્પેશિયલ સોંગ કમાલ કરે તેવું લાગે છે, કરિના કપૂરે તો 'હિરોઇન'ને આઇટમ સોંગથી અત્યારથી જ ચર્ચામાં લાવી દીધી છે. રાની મુખર્જી પણ તેની આગામી ફિલ્મમાં આઇટમ સોંગમાં જોવા મળશે. હિરોઈનમાં નંબરવનની હરીફાઇ હવે આઇટમ નંબરમાં પણ થઇ છે, જોઇએ કોણ આ વર્ષે આઇટમ ક્વીન બને છે?

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com