મુંબઈ, તા. 02
મિનીષા લાંબા ટૂંક સમયમાં જ રજૂ થનારી અક્ષયકુમાર અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ 'જોકર'માં એક ન્યૂઝ ચેનલની રિપોર્ટરની ભૂમિકામાં નજરે પડનાર છે. મજાની વાત એ છે કે મિનીષા રિયલ લાઈફમાં પણ રિપોર્ટર બનવા બાળપણથી જ ઇચ્છુક હતી પરંતુ ગ્લેમરની દુનિયામાં પ્રવેશી ગયા બાદ તે અભિનેત્રી બની ગઈ,
હવે છેવટે ફિલ્મી ભૂમિકાનાં માધ્યમથી તે રિપોર્ટર બનવાનું તેનું સ્વપ્ન પૂર્ણ કરવા જઈ રહી છે. 'જોકર'માં મળેલી રિપોર્ટરની ભૂમિકાને ન્યાય આપવા હાલમાં તે સમાચાર ચેનલોની ઓફિસમાં જઈને જરૃરી તાલીમ લઈ રહી છે. આ ફિલ્મમાં મુખ્ય જોડી અક્ષય-સોનાક્ષીની છે, જે 'રાઉડી રાઠોડ' ફિલ્મથી બોકસઓફિસ ઉપર ધૂમ મચાવી ચૂકી છે. આ બે કલાકારોની હાજરીમાં મિનીષાને ફિલ્મમાં કોઈ મોટી ભૂમિકા મળી નથી પરંતુ તેને જે ભૂમિકા મળી છે તેનાથી તે સંતુષ્ટ છે.