લંડન, તા. 02
પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી 10 લાખ પાઉન્ડ કરતા વધુ પૈસા ઠગવા અને બાદમાં આનાથી ઑનલાઈન રમતો રમનાર ભારતીય મૂળના એક ઠગને ચાર વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ત્રીસ વર્ષીય વિજય ભાખરીએ શેર બજારમાં રોકાણના બદલામાં તગડી રકમની ખોટી લાલચ આપીને લોકો પાસેથી 10 હજાર પાઉન્ડથી લઈને 3 લાખ 60 હજાર પાઉન્ડ સુધી વસૂલ્યા હતા. લેસ્ટરથી પ્રાપ્ત રિપોર્ટમાં જણાવ્યું છે કે સેંકડો લોકોએ પોતાના જીવનની તમામ જમા મૂડી ખોઈ નાંખી છે.
ભાખરીએ અહીંની એક યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતો હતો, પરંતુ વચ્ચે અભ્યાસ છોડી દીધી હતી. ભાખરીને લેસ્ટર ક્રાઉન્ટ કોર્ટે જેલમાં ધકેલ્યો છે. તેને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં છેતરપિંડીના 17 ગુનાઓ કબૂલ્યા છે, જેનાથી 10 લાખ 74 હજારની રકમ સામેલ હતી. તેને આ છેતરપિંડી વર્ષ 2012ના જાન્યુઆરીથી જૂન 2012ની વચ્ચે કરી હતી.