નવી દિલ્હી, 3 ઓગસ્ટ
આમિર ખાને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, પરંતુ આમિરે હંમેશા પોતાના વતનની યાદને તાજી રાખી છે. આમિર ખાન મૂળ ઉત્તરપ્રદેશનાં હરદોઈ જિલ્લાનાં શાહબાદનાં રહેવાસી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આમિર ખાનનાં પૂર્વજોનાં ઘરમાં હાલમાં રહેતાં તેમના કાકા નાસિર હુસૈન પોતાના મકાનને વેચવા માંગતા હતાં.
આમિર ખાનને જ્યારે જાણ થઈ કે તેના કાકા પોતાના પૂર્વજોનાં મકાનને વેચવા માંગે છે ત્યારે તેણે આ તમામ મકાનને ખરીદવાની તૈયારી કરી લીધી હતી. આમિર ખાને જણાવ્યું હતું કે, 'તેણે શાહબાદમાં વધુ સમય પસાર કર્યો નથી, પરંતુ તેનાં પૂર્વજોની આ મકાનમાં યાદો છે, જેથી તેને આ ઘર ખરીદવાનો આનંદ છે.'
આમિર ખાને આ પ્રોપર્ટી ખરીદીને પોતાના ભાઈ ફૈસલ અને પોતાની બંને બહેનો ફરહાત અને નિખતનાં નામે કરી દીધી છે. આમિર ખાનની એવી ઈચ્છા છે કે આ પ્રોપર્ટીમાં આવેલા પોતાના ખેતરમાં તે પોતાની ફિલ્મનું શુટિંગ કરવા માંગે છે. આમિર ખાને કહ્યું કે હું મારા ફેમીલી સાથે વેકેશનનો સમય પણ આ મકાનમાં જ પસાર કરવા માંગુ છું.
PHOTO GALLERY
VIDEO GALLERY