મુંબઈ, 3 ઓગસ્ટ
કલર્સ ચેનલ પર આવતો રિઆલિટી ટીવી શૉ 'બિગ બોસ'ની ડિઝાઈન આ વખતે સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવી છે. એટલે કે હવેથી તમને બિગ બોસમાં અશ્લિલ દ્રશ્યો પણ જોવા મળશે નહીં અને ગાળો પણ સાંભળવા મળશે નહીં.
સલમાન ખાને શૉ નાં નિર્માતાને વિનંતી કરી હતી કે, 'બિગ બોસ ટીવી પર પ્રાઈમ ટાઈમમાં બતાવવામાં આવે છે, તેથી તેમાં પરિવાર એકસાથે બેસીને આનંદ લઈ શકે તેવી શાલિનતા હોવી જોઈએ.'
ઉપરાંત સલમાન ખાને આ શૉનાં ફોર્મેટને પણ બદલવાની વાત કરી હતી. આ વખતે ઘરની ડિઝાઈન પણ સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવી છે અને તેની સ્ક્રીન પરની ડિઝાઈન પણ બદલી દેવામાં આવી છે. ટૂંકમાં 'બિગ બોસ' દર્શકોને આ વખતે કંઈક અલગ જ મનોરંજન પીરસવાની તૈયારીમાં છે.