સાપ્તાહનુ રાશિફળ - ભૂપેન્દ્ર ધોળકિયા
મેષ (અ.લ.ઈ.) : આરોગ્ય સારું રહે. પ્રવાસમાં કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોમાં પ્રગતિ જણાય. સામાજિક બાબતો માન-સન્માન મળે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મહેનતના પ્રમાણમાં વિલંબથી સફળતા મળે. આર્થિક બાબતે યોગ્ય આયોજન કરવું જરૂરી છે. આવકમાં સુધારો થાય. ધનખર્ચમાં સંયમ રાખી બચત વધારવી પડશે. પરદેશથી શુભ સમાચાર મળે. શુભ રંગ : લાલ-ગુલાબી.
વૃષભ (બ.વ.ઉ.) : આરોગ્ય નરમગરમ રહે. ખોરાક બાબતે કાળજી રાખવી. ઉચ્ચ અભ્યાસ- સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા સૂચવે છે. સામાજિક તથા કૌટુંબિક કાર્યોમાં ધીરજ રાખવી. નોકરી-વ્યવસાય- કારકિર્દી ક્ષેત્રે અનુકૂળતામાં વધારો થાય. આર્થિક પ્રશ્નોમાં ધીમે ધીમે સફળતા મળે. નવીન આયોજનમાં કાળજી રાખવી. બચત જળવાઈ રહે તે જરૂરી છે. શુભ રંગ : સફેદ.
મિથુન (ક.છ.ઘ.) : આરોગ્ય જળવાઈ રહેશે. પાણીના ઉપયોગમાં કાળજી રાખવી. કૌટુંબિક તથા સામાજિક બાબતે સફળતા મળે તેમ છે. નોકરી-વ્યવસાયમાં ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળી રહે. નાણાકીય બાબતે કાળજી રાખવી. ધનખર્ચ ઘટાડીને બચત વધારશો તો ટૂંક સમયમાં ઉપયોગી થશે. સંતાન કે જીવનસાથીની પ્રગતિ બાબતે શુભ સમાચાર મળે. શુભ રંગ : લેમન.
કર્ક (ડ.હ.) : આરોગ્ય સાચવવું. શ્વસનતંત્ર-કફ બાબતે કાળજી રાખવી. નોકરી-વ્યવસાય- કારકિર્દી ક્ષેત્રે સફળતા સૂચક સમય ગણાય. મહેનતનું શુભ ફળ મળે. સામાજિક પ્રસંગે તમારી કદર થાય. વડીલ વર્ગ તરફથી માર્ગદર્શન મેળવી જૂના પ્રશ્નો ઉકેલી શકાય. આર્થિક બાબતે સમય લાભદાયી ગણાય. ધનખર્ચ વધી શકે. બચતનું આયોજન જરૂરી છે. હરીફોથી સાચવવું. શુભ રંગ : સિલ્વર.
સિંહ (મ.ટ.) : આરોગ્ય નરમગરમ રહે. માનસિક થાક અનુભવાય. નોકરી-કારકિર્દી- વ્યવસાય ક્ષેત્રે અનુકૂળ સમય ગણાય. નવીન લાભદાયી તક જોવા મળે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત વધારવી જરૂરી છે. નાણાકીય આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે. બચતનો સદ્ઉપયોગ થઈ શકે તેમ છે. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં અનુકૂળતા રહે. પ્રવાસમાં સાચવવું. શુભ રંગ : ગોલ્ડન.
કન્યા (પ.ઠ.ણ.) : આરોગ્ય એકંદરે સારું રહે. પાણીના ઉપયોગ બાબતે વિશેષ સાવધાની રાખવી. નોકરી-કારકિર્દી- વ્યવસાય ક્ષેત્રે સારી સફળતા મળે. સામાજિક પ્રસંગે તમારી યોગ્ય કદર થાય. આર્થિક લેવડદેવડમાં કાળજી રાખવી. નવીન આયોજન હશે તો વિલંબથી સફળતા મળે. પરદેશથી શુભ સમાચાર મળે. જીવનસાથીની પ્રગતિ બાબતે અનુકૂળતા રહે. શુભ રંગ : લીલો.
તુલા (ર.ત.) : આરોગ્ય જળવાઈ રહે. શ્વસનતંત્ર તથા કાનની કાળજી રાખવી. નોકરી-વ્યવસાયમાં નવીન તક ઊભી થાય. ઉપરી અધિકારી તરફથી સાથ-સહકાર મળે. નાણાકીય બાબતે પ્રગતિસૂચક સમય રહે. ધનખર્ચમાં સંયમ જરૂરી છે. બચત કરીને નવીન આયોજનમાં આગળ વધી શકાય. પ્રવાસમાં કાળજી રાખવી. સામાજિક ક્ષેત્રે અનુકૂળતા વધે. શુભ રંગ : સફેદ-ક્રીમ.
વૃશ્ચિક (ન.ય.) : આરોગ્ય સાચવવું. ચામડીના દર્દો બાબતે કાળજી રાખવી. ઉચ્ચ અભ્યાસ તથા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે અનુકૂળ સમય ગણાય. વધુ મહેનત કરવાથી સારી સફળતા મળે તેમ છે. સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગેના પ્રયત્નોમાં આગળ વધી શકાય. આર્થિક બાબતે અનુકૂળ સમય જણાય. બચત વધારીને ટૂંક સમયમાં સારો લાભ મેળવી શકાય. શુભ રંગ : લાલ.
ધનુ (ભ.ધ.ઢ.ફ.) : આરોગ્ય એકંદરે જળવાઈ રહેશે. છતાં માનસિક થાક અનુભવાય. નોકરી-કારકિર્દી ક્ષેત્રે મહેનત વધારવી જરૂરી છે. જૂની ઓળખાણનો સારો લાભ લઈ શકાય. કૌટુંબિક તથા સામાજિક બાબતે મધ્યમ પ્રગતિ રહે. નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. બચત વધારવી જરૂરી છે. પરદેશ અંગેના પ્રયત્નો હશે તો સફળતા મળે. હરીફોથી સાચવવું. શુભ રંગ : પીળો.
મકર (ખ.જ.) : આરોગ્ય સારું રહે. ખોરાક બાબતે કાળજી રાખવી. વિદ્યાભ્યાસ તથા સ્પર્ધાત્મક બાબતોમાં અનુકૂળતા રહે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિસૂચક યોગ બને. કૌટુંબિક તથા સામાજિક બાબતે વિરોધીથી સારી સફળતા મળે. ધનખર્ચ વધુ રહે. ક્ષણિક નાણાભીડની શક્યતા રહે. પ્રવાસમાં સાચવવું. નવીન આયોજનમાં ધીમી ધીમે આગળ વધી શકાય. શુભ રંગ : સ્કાય બ્લ્યૂ.
કુંભ (ગ.શ.સ.) : આરોગ્ય નરમગરમ રહે. શરદી-શ્વસનતંત્ર બાબતે સાચવવું. કૌટુંબિક તથા સામાજિક બાબતે કાળજી રાખવી. તમારી કસોટી થઈ શકે તેમ છે. નોકરી-વ્યવસાય અંગે લાભદાયી તક મળે. જૂની ઓળખાણ કે અગાઉ કરેલાં કાર્યોની કદર થાય. નાણાકીય બાબતે અનુકૂળતા રહે. બચતનું આયોજન કરવું. પ્રવાસમાં કાળજી રાખવી. શુભ રંગ : નેવી બ્લ્યૂ.
મીન (દ.ચ.ઝ.થ.) : આરોગ્ય એકંદરે સારું રહે. આંખોની કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોથી રાહત રહે. સામાજિક ક્ષેત્રે અનુકૂળતા વધે. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઉચ્ચ અબ્યાસ બાબતે સારી પ્રગતિ થાય. આર્થિક ક્ષેત્રે વિલંબથી સફળતા મળે. ધનખર્ચ વધે. સંયમપૂર્વક બચત વધારવાની સલાહ છે. નવીન આયોજનમાં આગળ વધી શકાય. પ્રવાસમાં અનુકૂળતા રહે. શુભ રંગ : આછો પીળો.