Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:56:44 PM IST
 

'બ્યાહ હમારી બહુ કા 'નો તમાશો કેવો રહેશે ?

Aug 03, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 1256
Rate: 0
Rating:
Bookmark The Article

ટી.વી. ટોક - નરહરિ વ્યાસ

ટી.વી. સિરિયલની વાત કરીએ તો 'બ્યાહ હમારી બહુ કા' છે. જેમાં કુટુંબ, બે યુવાન હૈયાંનાં પ્રેમ અને મોડર્ન વિચારવાળા યુવાનની જરા વાતને રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. ક્રિશ નામનો તાજો યુવાન રજનીબાલા નામની નમણી, રૂપાળી, જોવી ગમી જાય તેવી યુવતીના પ્રેમમાં પ્રથમ નજરે પડી જાય છે. એને મનથી લાગે છે કે,"એ જ એની સ્વપ્નની દુનિયાની રાણી છે." રજનીબાલા સાથે સંબંધ વિકસાવવા માટે ક્રિશ તેની બેસ્ટ ફ્રેન્ડ પૌલોમીનો સથવારો લે છે. જો કે, ક્રિશ એ પહેલાં પૌલોમી પાછળ ગાંડો હોય છે, પરંતુ પૌલોમી સમજુ છે અને ક્રિશને તેની મનગમતી પત્ની મળી રહે તે માટેના પ્રયાસ શરૂ કરે છે. પૌલોમી તેના પ્રયાસમાં સફળ થાય છે. ક્રિશનું ફેમિલી ક્રિશના વિચાર સાથે સહમત થાય છે. વચ્ચે એવી ઘટના બને છે જેમાં રજનીબાલાને ક્રિશના ઘરમાં રહેવાનું બને છે અને જે ઘરમાં તે વહુ બનવાની હોય છે તે લોકો જ તેના લગ્ન ક્રિશ સાથે કરવાનાં હોય છે તે કારણે સિરિયલનું ટાઈટલ 'બ્યાહ હમારી બહુ કા' એવું રખાયું છે.

ક્રિશ અને રજનીબાલાનાં લગ્ન થયા પછી આધુનિક વિચાર ધરાવતો ક્રિશ રજનીબાલાની આદતથી દુઃખી થાય છે. રજનીબાલાને જૂની ફિલ્મો જોવાનો જબરો શોખ છે અને ટી.વી. પર આવતી સિરિયલમાં તે એવી તો ખોવાઈ જતી આ વાત મોડર્ન વિચારના ક્રિશને ખટકે છે. ક્રિશ રજનીબાલાને સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવા માટે લાવી આપે છે તો રજનીબાલા પૂછે છે, "શું હું આ પહેરું ?" બંને વચ્ચેના વિચારમાં આભ-જમીનનું અંતર છે. ધીરેધીરે ક્રિશ રજનીબાલાથી દૂર થવા લાગે છે. સિરિયલની વાર્તા આગળ ચાલે છે, ચાલતી રહેશે.    રિસામણાં, મનામણાં ચાલ્યા કરશે. કદાચ ફરી પૌલોમી આવે, રજનીબાલાને મોડર્ન બનાવે, તેમાં મિસઅંડરસ્ટેન્ડિંગ થાય. પતિ-પત્ની અને કુટુંબ વચ્ચે હોબાળો થાય. બધું આજની સિરિયલમાં બને છે. તમારે ગળે ઊતરે કે ન ઊતરે સિરિયલ બનાવનારને ટીઆરપીમાં માત્ર રસ છે. ટીઆરપી જેટલો ઊંચો એટલું ટી.વી. પર જીવવાનું વધુ. સુંદર ફ્રેશ ચહેરા જોવા હોય તો ટી.વી. સામે આંખો ફાડીને બેસી રહેવાનું. લગભગ સિરિયલમાં જે ફેમિલી રજૂ કરાય છે તેનો પહેરવેશ ગુજરાતી હોય છે. ટૂંકમાં ગુજરાતી દર્શકોને નજરમાં રાખીને બધું કરાય છે.

'બડે અચ્છે લગતે હૈ'માં રામ કપૂર અને પ્રિયાની વાતમાં નવી મા, મામા અને ઓરમાન ભાઈ ડબકાં મારે અને સિરિયલને આગળ ધકેલે છે. બાકી હવે તો પ્રિયા જેલવાસમાં દૂર જાય છે. રામ વિહ્વળ બને છે. લાગે છે કે, પ્રિયાને અકસ્માત, પ્રિયાનું દૂર જતા રહેવું. વર્ષો પછી બાળકને લઈને રામને મળશે. ત્યારે દર્શકો કદાચ જોઈને થાક્યા પણ હશે. જેટલા વધુ એપિસોડ એટલી કલાકારોની વધુ આવક. ટીઆરપી ટકાવી રાખવા માટેના નિર્માતાના ખેલને જોવો જ રહ્યો.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ૧૦૦ વરસ થયાનું 'તર્પણ' 'મધુબાલા એક ઈશ્ક... એક જુનૂન'

હિન્દી ફિલ્મ ઉદ્યોગને ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે અને ટેલિવિઝન પર 'મધુબાલા' નામની સિરિયલનાં શ્રીગણેશ મંડાયા છે. આજે પણ મોહક સ્મિત અને સુંદરતા માટે અભિનેત્રી મધુબાલા આજે પણ લોકોનાં દિલમાં અને દિમાગમાં જીવી રહી છે. મધુબાલાના જીવનમાં પ્રેમ જેવી કોઈ ચીજ હતી નહીં. તેના અબ્બા તેની આજીવિકા પર તો જીવતા હતા. આતા ઉલ્લા ખાન તેનું નામ. તેઓ નહોતા ઇચ્છતા કે તેમની મધુ લગ્ન કરે અને કોઈ બીજાને આવક સોંપે. એટલે 'બાપ ઊઠીને દીકરીનો વેરી બનેલો' એવું કહી શકાય.

મધુના જીવનમાં પ્રેમીઓ ઘણા આવ્યા, પરંતુ દિલીપકુમાર સાથે તેના પ્રેમનો રંગ પાકો હતો. પ્રેમનાથ જે મધુને ચાહતો હતો તે પણ દિલીપની દોસ્તીના દાવે માર્ગમાંથી ખસી ગયો હતો. દિલીપ-મધુના મજહબ એક હતા. જો બંનેએ લગ્ન કર્યાં હોત તો તેમના જીવનનો ઇતિહાસ કંઈ ઓર હોત, પરંતુ આતા ઉલા ખાને એ લગ્ન ન થવા દીધાં. આખરે મધુએ કિશોરકુમાર સાથે લગ્ન કરી લીધાં. કિશોરના જીવનમાં પણ મધુ પહેલાં બે સ્ત્રીઓ આવી ગઈ હતી. એક રૂમા ગુણ અને બીજી યોગિતા બાલી. એ બેમાંથી એક પણને સાચવી શક્યો નહોતો. મધુ સાથે લગ્ન કર્યાં પછી મધુ મૃત્યુ પામી અને કિશોરકુમારે લગ્ન કરી લીધાં. આ કિશોરકુમારનો ઇતિહાસ છે.

"મધુબાલા' સિરિયલ પાછળ 'મધુબાલા એક ઈશ્ક... એક જુનૂન' એવું વિશેષણ ઉમેરાયું છે. મુંબઈમાં અનેક યુવાન-યુવતી મોટાં સપનાં લઈને દેશભરમાંથી ઊતરી પડે છે. મોટાભાગના ગ્લેમરની દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા માટે આવે છે. આ બધાને મુંબઈનો ફિલ્મઉદ્યોગ સમાવી શકે તેમ નથી. કારણ આજની ફિલ્મોને મોટા નામી સ્ટારની જરૂર રહે છે. કારણ માર્કેટમાં જે વેચાય છે તેનાં મૂલ થાય છે. ખાનમાં સલમાન, આમિર, શાહરુખની ડિમાન્ડ વધુ છે. અજય દેવગણ, અક્ષયકુમાર, સની દેઓલ પછી છે. એ પછી ઘણાં સ્ટાર્સ છે જેને લઈને ફિલ્મો બને છે. ત્યાં સાવ નવા ચહેરાને ક્યાંથી જગા મળવાની હતી ?

એવું જ હિરોઈનોમાં છે. ગણીગાંઠી નામી હિરોઈન છે. જેનું મૂલ્ય હીરો કરતાં ઓછું છે છતાં માર્કેટમાં સેલેબલ તો છે જ એટલે નવી યુવતીઓને કાં તો અથડાવું પડે છે. શોષણના ભોગ બનીને ચૂંથાવું પડે છે. આખરે મુંબઈ, કોલકાતા કે ચેન્નાઈના કોઠા પર જીવન વીતાવવાનો વારો આવે છે. ટૂંકમાં રમેશ સિપ્પી જેવા સર્જકે આ સ્થિતિને 'મધુબાલા એક ઈશ્ક, એક જુનૂન'માં ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે સિરિયલની પાર્શ્વભૂમિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની છે. ૧૦૦ વરસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પૂરાં થયાં તેને અનુલક્ષીને કદાચ તર્પણરૂપે આ સિરિયલ બનાવાઈ હશે. રાજ જુત્સી, દૃષ્ટિ ધામી, વિવિયન ડીસેના, શગુફ્તા અલી, સુસ્મિતા મુકરજી અને રાખી વિજાન અભિનય આપી રહ્યાં છે.

મધુનું જીવન એક સામાન્ય છોકરીમાંથી કેવું મોટું બને છે તે પણ રાતોરાત તે બતાવવાનો પ્રયાસ કરાયો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com