બ્યૂટી ક્વેરી - રાજીકા કચેરિયા
શ્રી રાજીકાબહેન,
મારા વાળ ખૂબ ડ્રાય છે તો મારા વાળનું સૂકાપણું દૂર કરવા મારે શું કરવું? મારા વાળ સારા થાય એવો ઉપાય બતાવશો. – રશ્મિ બહેનશ્રી,
ડ્રાય હેર ખૂબ સંભાળ માંગી લે છે. અઠવાડિયે એકવાર તમારા વાળને કંડિશનિંગ કરવાનું રાખો. અડધી ચમચી કોર્નઑઇલ કંડિશનરમાં મિક્સ કરી લગાડવું. વાળ ધોઈ નાંખવા. વાળ વધારે ડ્રાય અને તૂટી જાય તેવા ન થાય એ માટે ખાસ તો હોટ કર્લીંગ આયર્ન, બ્લો ડ્રાયર્સ બ્લીચિંગ, ર્પિંમગ અને હેરડાઈનો ઉપયોગ ટાળવો. એ માટે સલામતીભર્યો વિકલ્પ કુદરતી ડાઈ જેમકે મહેંદીનો ઉપયોગ કરવાનું રાખો. ઘણીવાર પોષક તત્ત્વોની ખામી પણ આના કારણરૂપ હોય છે. દરરોજ મલ્ટી વિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ લેવાનું રાખો.
થાકી જતાં હાથ માટે કસરત
શ્રી રાજીકાબહેન,
હું વર્કિગ વુમન છું. મારા હાથ ખૂબ થાકી જાય છે તો થાકી ગયેલા હાથને રિલેક્સ કરવા માટે કેવી કસરતો કરવી જોઈએ? મીતા બહેનશ્રી,
સતત કામ કરતાં રહેવાથી હાથને શ્રમ પડે જ છે. સારી એક્સરસાઈઝ એટલે હાથમાં સારા સરક્યુલેશન માટે અને હાથની જકડન દૂર કરવા માટે મદદરૂપ બને. નીચેની કસરતો તમે કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે કરી શકો છો. ખરેખર તો તમે લાંબા સમય માટે ટાઇપ અથવા કોમ્પ્યુટર વર્ક કે પછી લખવાનું કામ કરતા હશો તો આ કસરત તમારા હાથના શ્રમને આરામ આપવાનું કામ કરશે.
(૧) તમારી હાથની આંગળીઓને ખેંચીને બહારની તરફ બને તેટલી સ્ટ્રેચ કરો પછી રિલેક્સ થાવ. ટૂકમાં મુઠ્ઠીવાળો અને ખોલો. ફરીથી થોડો સમય આ પ્રમાણે કરો. (૨) તમારા કાંડાને ગોળ ફેરવો. આમ કરતી વખતે શક્ય તેટલું મોટું ગોળ કરવું. દિવસમાં ૫-૬ વખત આમ કરવું. (૩) તમે લોટ ગુંદતા હો તો એવી
તમારા આંગળાની મૂવમેન્ટ કરો. એનાથી તમારી આંગળીઓ વેઢાના ભાગમાં સરક્યુલેશન સારું થશે. તમે હૂંફાળા પાણીમાં ૧/૨ ચમચી મીઠું અને ૩ ચમચી તલનું તેલ મિક્સ કરી તમારા હાથને તેમાં ૧૦ મિનિટ માટે બોળી રાખશો તો એનાથી પણ તમારા હાથ ખરેખર રિલેકસ થશે.
કેવો પેક લગાવવો?
શ્રી રાજીકાબહેન,
મારી ત્વચા ડ્રાય છે. સાથે સાથે મારા ચહેરા પર ખીલ પણ છે. આવી મિક્સ ત્વચા હોવાથી મારે કેવો પેક લગાવવો? મને જણાવશો. – વેણુ બહેનશ્રી,
તમારી કોમ્બિનેશન સ્કીન છે. આ પ્રકારની ત્વચાની યોગ્ય રીતે માવજત કરવી પડે. એ માટેનો ઉપાય તમને જણાવી રહી છું.
એક નાનો બટાકો લઈ, ધોઈને છોલીને છીણ કરી લેવું. પછી તેનો રસ કાઢવો. તેમાં દહીં મિક્સ કરવું. બ્રશ વડે ચહેરા અને ડોકના ભાગની ત્વચા પર લગાવવું. ૧૫ મિનિટ રાખીને પછી ધોઈ નાખવું. ત્વચાની ચમક વધારવા અને સારું પરિણામ મેળવવા આ પ્રમાણે દરરોજ કરવું. આ લગાવતા પહેલાં ચહેરો ફેસવોશ કે ઘરગથ્થુ ક્લીન્સરથી સાફ કરી દેવો.જ્યારે પણ ચહેરા પરથી આ પેક દૂર કરો ત્યારે આંગળીઓ ગોળાકારમાં ફેરવી સ્ક્રબ કરતાં જવું જેથી મૃતત્વચા પણ નીકળી જશે.