Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 03:22:23 AM IST
 

ખાવાની ટેવ વિશે

Aug 03, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 1471
Rate: 0
Rating:
Bookmark The Article

ડાયેટિશિયનની કલમે - સોહિની શાહ BS,RD(USA)

જો તમે પૂરતી માત્રામાં ખાવાનું શીખી જાવ તો તમે તંદુરસ્ત ડાયેટ પ્રાપ્ત કરી શકો અને તમારું વજન પણ સફળતાપૂર્વક સંતુલિત રાખી શકો.

રોજ ખાવું તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વજનનું સમતુલન જાળવવા માટે જો તમે ખાવાનું છોડી દો તો તમને વધારે ભૂખ લાગે અને તેના કારણે તમે એવો નાસ્તો ખાવ છો કે જેમાં વધારે કેલેરી હોય, વધારે ચરબી હોય, એવો ખોરાક જેમાં ખાંડ વધારે હોય. જે માણસ રોજ નિયિંમત રીતે ખોરાક લે છે તે વધારે શક્તિ મેળવે છે. એ લોકોની સરખામણીમાં કે જે લોકો નિયમિત રીતે નથી જમતા. નિયમિત રીતે જમવાની સાથે નિયમિત રીતે સવારનો નાસ્તો પણ ખૂબ મહત્ત્વનો છે એ રીતે વજનને નિયમિત રાખી શકાય છે. શોધખોળને આધારે માલૂમ પડે છે રાતના મોડા ખાવાને બદલે સવારનો નાસ્તો વધારે લાભદાયક છે અને તેનાથી શક્તિ પણ વધારે મળી રહે છે.

તંદુરસ્ત પાતળી છોકરીઓ જે સવારનો નાસ્તો છોડી દે છે. પછી તેઓ દિવસ દરમિયાન વધારે ખાય છે. જો તમે નિયમિત રીતે જમતા હો અને ચોક્કસ માત્રામાં ચોક્કસ ખોરાક લેતા હો તો તમે ડાયેટને લગતા ઘણા બધા નિર્ણય આસાનીથી લઈ શકો છો.

સવારના નાસ્તામાં તમે આ વસ્તુઓ લઈ શકો

સામાન્ય રીતે સવારના સમયે તમે ઓછી ખાંડવાળું, વધારે ફાઈબર યુક્ત સિરિયલ ચરબી વગરના દૂધ સાથે અથવા ઓટ્સ ચરબી વગરના દૂધ અને ફળ સાથે લઈ શકો છો.

- ક્યારેક તમે ઇંડુ લઈ શકો. જે ચરબી વગર તૈયાર કરવામાં આવ્યું હોય (જેમ કે બાફેલું અને પીળો ભાગ કાઢેલો) અને તમે ઘઉંના ટોસ્ટ સાથે લઈ શકો.

ઉપમા, બટાકાપૌંઆ, પરાઠા, ઢોકળા જેવા ગરમ નાસ્તા લેવાની ટેવ રાખવી જોઈએ. સાથે ફળ અને ડ્રાયફ્રૂટ લઈ શકાય.

જ્યારે તમે વધારે પડતું ખાઈને ખોરાક લેવા માટેના જે નિયમ તોડો છો તેને કારણે જે સમસ્યા ઊભી થાય છે તેને અટકાવવા માટે અમુક મર્યાદા રાખો અને તેને કાબૂમાં રાખો. જો તમે પૂરતી માત્રામાં ખાવાનું શીખી જાવ તો તમે તંદુરસ્ત ડાયેટ પ્રાપ્ત કરી શકો અને તમારું વજન પણ સફળતાપૂર્વક સંતુલિત રાખી શકો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com