Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:10:32 PM IST
 

મચ્છર ભગાડતી અગરબત્તીમાં વપરાતો પદાર્થ પાયરેથ્રિન શું છે?

Aug 03, 2012 Supplements > Kids World
 
comment     E-Mail     Print    
 
Viewed: 1238
Rate: 3.0
Rating:
Bookmark The Article

સાયન્સ ટોક

ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. મચ્છરોથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાતા હોઈ તેનાથી બચીને રહેવાની નવી નવી ટેકનિક લોકો અપનાવતા હોય છે. જેમાં સૌથી સરળ રીત એટલે બજારમાં મળતી મચ્છર ભગાડવાની અગરબત્તી. વિવિધ અગરબત્તીઓ અને મેટની મદદથી આપણે મચ્છરો સામે લડત આપતા હોઈએ છીએ ત્યારે ચાલો જાણીએ કે આ અગરબત્તીઓમાં કયો પદાર્થ વપરાય છે કે જેનાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા ડરે છે.

આ અગરબત્તીઓમાં અને મેટમાં પાયરેથ્રિન નામનો જંતુનાશક પદાર્થ વપરાય છે. આ પદાર્થ સેવંતીની જાતનાં અમુક ફૂલમાંથી મળી આવે છે.

આ ફૂલને અંગ્રેજીમાં પેઇન્ટેડ લેડી પણ કહેવામાં આવે છે. પાયરેથ્રિન ધુમાડાના સ્વરૂપે છૂટું પડે છે અને આ ધુમાડાના કારણે મચ્છરો આસપાસમાં ફરકતાં નથી. પાયરેથ્રિનની ૨થી ૪ માઇક્રોગ્રામ અસરથી મચ્છર મૃત્યુ પામે છે. આના કરતાં થોડી અસર થાય તો પણ મચ્છરને કરડવાની તાકાત રહેતી નથી. આ કારણે મચ્છરો આવી અગરબત્તીઓ ઘરમાં ચાલતી હોય ત્યારે નજીક આવવાનું સાહસ કરતાં નથી. પરિણામે અગરબત્તી કે મેટ ચાલુ હોય ત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે મચ્છરો ઓછાં થઈ ગયાં છે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com