જામનગર,તા,૩
લતીપુર સરદાર પટેલ મિત્ર મંડળ જામનગર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ અને મિત્ર મંડળનો સમુહભોજન કાર્યક્રમ યોજાયો હતો.
· જરૂરિયાતમંદ વિદ્યાર્થીને સહાયના ચેક અપાયા
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ હાજર રહ્યાં હતા. ઉપરાંત લતીપુર પટેલ સમાજના પ્રમુખ વાઘજીભાઈ મેંદપરા, લતીપુરના સરપંચ જેન્તીભાઈ રામાણી, નાથાભાઈ પીપરીયા, સંસ્થાના ફાઉન્ડર તાલપરા વગેરે હાજર રહ્યાં હતા. સમારોહમાં કુલ ૧૪ર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ઈનામ, મોમેન્ટો અર્પણ કરી સન્માનતિ કરવામાં આવ્યા હતા. ધોરણ બાર સાયન્સમાં ૯ર ટકા ગુણ મેળવનારને દાતા દ્વારા ગોલ્ડમેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. જરૂરતમંદ છાત્રોને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંચાલન મમતાબેન કાપડીયા, સેજલ વસોયાએ કર્યું હતુ.