Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 11:57:36 AM IST
 

જીએમબી દ્વારા ભાવનગર સહિત રાજ્યના બંદરોમાં નવા દર અમલી

Aug 04, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 234
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૩

રાજ્યમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સને-૧૯૮રમાં સ્થાપના બાદ ભાવનગર સહિત રાજ્યભરના બંદરોનો હવાલો સંભાળ્યો હતો. જીએમબી દ્વારા બંદરોમાં વસુલાતા વિવિધ પ્રકારના ચાર્જનો શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્ટ (એસ.ઓ.પી.સી.) બહાર પાડવામાં આવે છે. જીએમબી દ્વારા ગુજરાત રાજ્યના તમામ બંદરોમાં છેલ્લે વર્ષ-૦૩માં એસ. ઓ. પી.સી. જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં ભાવનગર સહિત રાજ્યભરના બંદરોમાં ર૦મી જુલાઈ-૧રથી નવું એસ.ઓ. પી.સી. લાગુ કર્યું છે.

  • બંદરો માટે લાંબા અરસા બાદ એસ.ઓ.પી.સી. જાહેર કરાયુ
  • ભાવનગર નવા બંદરમાં કાર્ગો હેન્ડલીંગના ભાવમાં રાહત અપાઈ
  • નવા બંદરમાં ટગ ચાર્જીસ અને કોર્મશીયલ પ્લોટના ભાડામાં વધારો
  • સને-૧૯૯૮ બાદ જીએમબી દ્વારા રેટ અને રેન્ટમાં વધારો કર્યો

જીએબી દ્વારા સમયાંતરે લાગુ કરવામાં આવતા શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્ટ (એસ.ઓ.પી.સી.)માં છેલ્લે વર્ષ-૧૯૯૮માં વધારો કરવામાં આવ્યો હતો. જે પછી વર્ષ-ર૦૦૩ની સાલમાં શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્ટ (એસ.ઓ.પી.સી.)માં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો ન હતો. જે પછી લાંબા સમય બાદ તાજેતરમાં ર૦મી જુલાઈ-ર૦૧રથી જીએમબી દ્વારા ભાવનગર, જાફરાબાદ, જામનગર, ભરૂચ, નવલખી, વેરાવળ, મગદલ્લા, માંડવી, પોરબંદર અને ઓખા બંદરમાં શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્ટ (એસ.ઓ. પી.સી.)ના નવા દર અમલી કર્યા છે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વર્ષ-૧૯૯૮ના શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્ટ (એસ.ઓ. પી.સી.)ની સરખામણી તાજેતરના નવા શેડયુઅલ ઓફ પોર્ટ ચાર્ટ (એસ.ઓ.પી.સી.)માં ઘણો ફેરફાર કર્યો છે. જો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ભાવનગર નવા બંદરના વિકાસને લક્ષમાં રાખી કાર્ગો હેન્ડલીંગ ના રેટ અને ગોડાઉન, શેડ,પ્લેટફોર્મ અને ખુલ્લા પ્લોટના રેન્ટમાં સારી એવી રાહત આપીને ઉદ્યોગકારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બંદરના વિસ્તારમાં પરમીટ ફીમાં કોઈ વધારો નહિ

જીએમબી દ્વારા બંદર વિસ્તારમાં પ્રવેશતા વાહનોને પરમીટ આપવામાં આવતી હોય છે. જીએમબી દ્વારા અપાતી પરમીટના ભાવમાં કોઈપણ જાતનો વધારો કર્યા વિના જુના પરમીટ ભાવ યથાવત રાખ્યા છે.

ટગ ચાર્જીસ અને કોમર્શીયલ લેન્ડના રેન્ટમાં ધરખમ વધારો કરાયો

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બંદરોમાં ઉપયોગમાં લેવાતી જીએમબીની ટગના પ્રતિ કલાકના ભાડામાં અને ઈન્ડસ્ટ્રીલ કોર્મશીયલ પ્રપ્રોઝલ માટેની લેન્ડના વાર્ષિક ભાડામાં ધરખમ વધારો કર્યો છે.

કોલસો-લાઇમ સ્ટોનના કાર્ગો હેન્ડલીંગ રેટમાં રાહત

ભાવનગર નવા બંદરમાં કાર્ગો હેન્ડલીંગની છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી ધમધોકાર કામગીરીને વધુ વેગવાન બને તે માટે જીએમબી દ્વારા કાર્ગો હેન્ડલીંગના રેટમાં ઘટાડો કરી રાહત આપી છે. નવા બંદરમાં કોલસો અને લાઈમ સ્ટોનના કાર્ગોની આવક શરૂ છે ત્યારે જીએમબી દ્વારા જીએમબી જેટીના પ્રતિ ટને વસુલાતા રેટમાં ઘટાડો કરી ઉદ્યોગકારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

ગોડાઉન,શેડ,પ્લેટફોર્મ અને ખુલ્લા પ્લોટના રેન્ટમાં ભારે રાહત

જીએમબી દ્વારા ભાવનગર સહિત રાજ્યભરના બંદરોમાં ર૦મી જુલાઈ-ર૦૧રથી લાગુ કરવામાં આવેલા એસ.ઓ.પી.સી.માં ભાવનગર બંદરના વિકાસ માટે ભારે છુટ આપવામાં આવી છે.

ભાવનગર નવા બંદરમાં કાર્ગો હેન્ડલીંગમાં રાહત આપવાની સાથે ગોડાઉન,શેડ,પ્લેટફોર્મ અને ખુલ્લા પ્લોટના પ્રતિ ૧૦ સ્કેવર મીટર મહિને વસુલાતા રેન્ટમાં પણ ભારે છુટ આપવામાં આવી છે.

કોલસા-લાઈમ સ્ટોનના કાર્ગોમાં પ્રતિ ટને વસુલાતા રેટ

કાર્ગોનો પ્રકાર

  કાર્ગોના જુના રેટ

કાર્ગોના નવા રેટ
કાર્ગો રેટમાં આપેલ રાહત
કોલસાનો કાર્ગો
 પ્રતિ ટનના રૂ.૩૬/-
પ્રતિ ટનના રૂ.૩ર/-
પ્રતિ ટને રૂ.૪/-
લાઈમ સ્ટોનનો કાર્ગો
 પ્રતિ ટનના રૂ.૩ર
પ્રતિ ટનના રૂ.ર૮
પ્રતિ ટને રૂ.૪/-
બંદર વિસ્તારમાં પરમીટના પ્રતિ દિન,માસીક અને વાર્ષિક ભાવ
વાહનોના પ્રકાર
પ્રતિ દિન ફી
માસીક ફી
વાર્ષિક ફી
ટ્રક અને બસ
રૂ.૧૦૦/-
રૂ.૧,પ૦૦/-
રૂ.૧પ,૦૦૦/-
ટેક્સી,કાર,ઓટોરીક્ષા વગેરે
રૂ.૩૦/-
રૂ.૪પ૦/-
રૂ.૪,પ૦૦/-
ક્રેઈન સહિતના હેવી વાહનો
રૂ.ર૦૦/-
રૂ.૩,૦૦૦/-
રૂ.૩૦,૦૦૦/-

જીએમબી દ્વારા ટગ ચાર્જીસ અને કોમર્શીયલ લેન્ડના રેન્ટમાં કેટલો વધારો ?

ભાડાનો પ્રકાર
જુના રેટ
નવા રેટ
થયેલો વધારો
ટગ ચાર્જીસ
પ્રતિ કલાકના રૂ.પ,૦૦૦/-
પ્રતિ કલાકના રૂ.૭,૧પ૦/-
રૂ.ર,૧પ૦/-
લેન્ડ ચાર્જીસ
પ્રતિ ૧૦ સ્કે.મી.ના વાર્ષિક રૂ.૩૦૦/-
પ્રતિ ૧૦ સ્કે.મી.ના વાર્ષિક રૂ.૬૦૦/-
રૂ.૩૦૦/-

બંદરની મિલકતોમાં પ્રતિ ૧૦ સ્કવેર મીટર મહિને વસુલાતા રેન્ટની વિગત

મિલ્કતનો પ્રકાર
જુના રેન્ટ
નવા રેન્ટ
રેન્ટમાં આપેલ રાહત
ખુલ્લા પ્લોટ
રૂ.રપ/-
રૂ.ર૦/-
રૂ.પ/-
વેરહાઉસ
રૂ.૧૩પ/-
રૂ.૧૦૦/-
રૂ.૩પ/-
શેડ
રૂ.૮૦/-
રૂ.૮૦/-
રૂ.૦૦/-
પ્લેટફોર્મ
રૂ.પ૦/-
રૂ.૪૦/-
રૂ.૧૦/-
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com