Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:19:58 PM IST
 

કોંગ્રેસ ઉમેદવારો માટે સેન્સ અને દાવેદારીની પ્રક્રિયા શરૂ કરશે

Aug 04, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 453
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૩

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર પડધમ કોંગ્રેસ અગાઉથી ચાલુ કર્યા બાદ હવે આગામી ચૂંટણી માટે યોગ્ય મુરતિયા શોધવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે, કચ્છની છ વિધાનસભા સીટ માટે કોંગ્રેસ પ્રાથમિક તબક્કાની સેન્સ અને દાવેદારી કરવા માટેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તા.પનાં પ્રદેશ કક્ષાએથી કિશન પટેલ અને ચંદ્રિકાબેન ચુડાસમા ભુજ ખાતે આગેવાનો અને દાવેદારી કરવા ઈચ્છતા ઉમેદવારો તેમજ વિવિધ સેલ અને પાંખનાં પદાધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળશે તેવું જાણવા મળ્યું હતું તો બીજીતરફ ઉમેદવારી કરવા ઈચ્છતા કોંગી ઉમેદવારો પણ થનગનાટમાં આવી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

  • ભુજમાં છ વિધાનસભા સીટ માટે આગામી તા.પનાં ચર્ચા - વિચારણા

કચ્છની આગામી વિધાનસભાની ચૂંટણી માટે અબડાસા, માંડવી-મુન્દ્રા, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર સીટ માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનાં પ્રારંભિક તબક્કામાં સેન્સ મેળવવા તેમજ દાવેદારી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક બેઠકનું આયોજન કર્યુ છે જેમાં પ્રદેશકક્ષાએથી આવેલા બે આગેવાનો સ્થાનિક નેતાઓને સાંભળશે. આગામી તા.પનાં રોજ યોજાનારી આ બેઠકમાં ઉમેદવારી કરવા ઈચ્છતા આગેવાનો અને કોંગ્રેસનાં અગ્રણીઓ પોતાનાં વિચાર રજૂ કરશે, જેનો અહેવાલ પ્રદેશકક્ષાએ રજૂ કરવામાં આવશે. આ બાબતે કોગ્રેસનાં જિલ્લા પ્રમુખ સાથે વાત કરતાં તેમણે ઉપરોક્ત વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે, લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરવાની પક્ષનાં સિદ્ધાંત મુજબ આ કવાયત કરવામાં આવશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com