Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:58:26 AM IST
 

શ્રીલંકાને ઘર આંગણે પછાડી ભારતનો શ્રેણીમાં 4-1 થી ઝળહળતો વિજય

Aug 04, 2012 Sports
 
Tags:   Cricket India Shri Lanka One Day Macth Last comment     E-Mail     Print    
 
Viewed: 10231
Rate: 2.6
Rating:
Bookmark The Article

પલ્લિકેલી, તા. ૪

ઇરફાન ત્રાટક્યો, ભારતનો વિજય રોહિત ફ્લોપ, ઇરફાન હિટ

આ શ્રેણીમાં રોહિત શર્મા પાંચ મેચમાં માત્ર ૧૩ રન નોંધાવી શક્યો હતો. બીજી તરફ વિનયકુમાર ઘાયલ થતાં સામેલ કરાયેલા ઇરફાન પઠાણે પાંચ મેચમાં ૭૬ રન કરવા ઉપરાંત ૮ વિકેટ ખેરવી હતી. ઇરફાને અંતિમ વન-ડેમાં પાંચ વિકેટ ખેરવી હતી. ઇરફાને તેની વન-ડે કારકિર્દીમાં બીજી વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.


5th ODI: India win by 20 runs 5th ODI: India win by 20 runs

પાંચમી વન-ડેમાં ૨૦ રને વિજય, ૪-૧થી શ્રેણી જીતી

શ્રીલંકા સામે ભારતીય ટીમે પ્રભાવશાળી દેખાવ જારી રાખતાં અંતિમ વન-ડેમાં ૨૦ રને વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે જ ભારતે પાંચ મેચની વન-ડે શ્રેણી ૪-૧થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતે ગૌતમ ગંભીરના ૮૮, મનોજ તિવારીના ૬૫, મહેન્દ્રસિંહ ધોનીના ૫૮ રનની સહાયથી ૭ વિકેટે ૨૯૪ કર્યા હતા. જવાબમાં ઇરફા પઠાણે પાંચ વિકેટ સાથે તરખાટ મચાવતાં શ્રીલંકન ટીમ ૨૭૪માં આઉટ થઇ ગઇ હતી. મહેલા જયવર્દનેની ગેરહાજરીમાં એન્જેલો મેથ્યુસે શ્રીલંકા ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે હવે મંગળવારે એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ રમાશે.

 
ભારતની રેન્કિંગમાં બીજા ક્રમે છલાંગ

આ વિજય સાથે જ ભારત આઇસીસી વન-ડે રેન્કિંગમાં બીજા ક્રમે આવી ગયું છે. ઓસ્ટ્રેલિયા ૧૧૯ પોઇન્ટ સાથે ટોચના જ્યારે ભારત ૧૧૮ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આમ, ભારત અને નંબર-વનના તાજ વચ્ચે હવે માત્ર એક પોઇન્ટનું અંતર છે.

 
ભારત    રન        બોલ      ૪          ૬
ગંભીર કો. મલિંગા બો. સેનાનાયકે     ૮૮       ૯૯       ૭          ૦
રહાણે એલબી બો. પરેરા     ૯          ૧૭       ૧          ૦
કોહલી એલબી બો. પ્રદીપ   ૨૩       ૩૫       ૨          ૦
રોહિત બો. પ્રદીપ ૪          ૯          ૧          ૦
તિવારી કો. પરેરા બો. મલિંગા           ૬૫       ૮૮       ૬          ૦
રૈના કો. થિરીમને બો. મલિંગા           ૦          ૧          ૦          ૦
ધોની કો. ચંડીમલ બો. મલિંગા         ૫૮       ૩૮       ૮          ૧
ઈરફાન અણનમ    ૨૯       ૨૮       ૨          ૦
અશ્વિન અણનમ ૨          ૫          ૦          ૦

એકસ્ટ્રા : ૧૬, કુલ : (૫૦ ઓવરમાં, ૭ વિકેટે) ૨૯૪, વિકેટ : ૧-૨૯ (રહાણે, ૫.૧), ૨-૭૭ (કોહલી, ૧૪.૩), ૩-૮૭ (રોહિત, ૧૬.૬), ૪-૧૯૭ (તિવારી, ૩૭.૧), ૫-૧૯૭ (રૈના, ૩૭.૨), ૬-૨૧૩ (ગંભીર, ૩૮.૬), ૭-૨૯૦ (ધોની, ૪૮.૫). બોલિંગ : મલિંગા : ૧૦-૦-૬૪-૩, પરેરા : ૧૦-૦-૫૩-૧, મેથ્યુસ : ૫-૦-૨૯-૦, પ્રદીપ : ૧૦-૦-૬૩-૨, સેનાનાયકે : ૧૦-૦-૫૦-૧, મેન્ડિસ : ૫-૦-૨૫-૦.

શ્રીલંકા   રન        બોલ      ૪          ૬
તરંગા કો. રહાણે બો. ઇરફાન            ૩૧       ૨૧       ૪          ૦
દિલશાન કો. ઝહિર બો. ઇરફાન         ૦          ૩          ૦          ૦
થિરીમને રન આઉટ            ૭૭       ૯૬       ૫          ૩
ચંદિમલ એલબી. બો. ડિન્ડા ૮          ૮          ૨          ૦
મેથ્યુસ રનઆઉટ ૧૩       ૧૬       ૨          ૦
કાપુગેદેરા એલબી. બો. ઝહિર           ૯          ૭          ૧          ૦
જે. મેન્ડિસ કો. ધોની બો. ઇરફાન      ૭૨       ૮૮       ૬          ૦
પરેરા કો. કોહલી બો. ઇરફાન            ૧૮       ૧૯       ૨          ૦
સેનાનાયકે બો. ઇરફાન        ૭          ૭          ૦          ૦
મલિંગા કો. રૈના બો. ડિન્ડા ૧૦       ૯          ૨          ૦
પ્રદીપ અણનમ     ૦          ૦          ૦          ૦
એક્સ્ટ્રા : ૨૯, કુલ : (૪૫.૪ ઓવરમાં) ૨૭૪.

વિકેટ : ૧-૧૩ (દિલશાન, ૧.૩), ૨-૬૧ (તરંગા, ૭.૫), ૩-૭૪ (ચંદિમલ, ૧૦.૧).૪-૮૯ (મેથ્યુસ, ૧૩.૨), ૫-૧૦૨ (કાપુગેદેરા, ૧૫.૧), ૬-૨૦૪ (થિરીમને, ૩૫.૫), ૭-૨૫૨ (પરેરા, ૪૨.૩), ૮-૨૫૬ (મેન્ડિસ, ૪૨.૬), ૯-૨૬૬ (સેનાનાયકે, ૪૪.૬), ૧૦-૨૭૪ (મલિંગા, ૪૫.૪). બોલિંગ : ઝહિર : ૯-૧-૫૩-૧, ઇરફાન : ૧૦-૦-૬૧-૫, ડિન્ડા : ૭.૪-૦-૫૫-૨, કોહલી : ૧-૦-૩-૦, અશ્વિન : ૯-૦-૩૭-૦, રાહુલ શર્મા : ૬-૦-૨૩-૦, રૈના : ૨-૦-૧૨-૦, તિવારી : ૧-૦-૧૪-૦.


 

ભારત વિરુદ્ધ શ્રીલંકા વચ્ચે ખેલાયેલી પાંચ વન ડે શ્રેણીની આખરી પાંચમી વન ડેમાં ભારતે 21 રને વિજય મેળવીને પાંચ વન ડેની શ્રેણી 4-1 થી જીતી લાધી છે.

આ સાથે જ ભારતે વન ડે વર્લ્ડ રેન્કિંગમાં બીજુ સ્થાન મેળવી લીધું છે.

દિલશાન ઝીરો રને આઉટ. પઠાણની બોલીંગમાં કેચ આઉટ.

તરંગા અને ચંડીમલ પણ સસ્તામાં પેવેલિયન ભેગા. શ્રીલંકા માટે હવે લક્ષ્યાંક પાર કરવા કપરાં ચઢાણ.


ભારતે પ્રથમ બેટિંગ લઈને સાત વિકેટે 50ઓવરમાં 294 રન બનાવ્યા છે. શ્રીલંકાને જીતવા માટે 295 રનનો લક્ષ્યાંક આપ્યો છે.ભારતના આ જંગી સ્કોરમાં ગૌતમ ગંભીરના લડાયક 88 રન તથા તિવારીના 65 રન ઉપરાંત કેપ્ટન ધોનીએ પણ કેપ્ટન્સી ખેલીને 58 રન બનાવ્યા. ભારતના કુલ રન 294 છે.

ગંભીરની  મક્કમ બેટિંગના સહારે  ભારતના 38 ઓવરમાં 205 રન. સુરેશ રૈના 0 રને આઉટ થયો. જ્યારે તિવારીએ ગંભીરને સાથ આપીને 65 રન બનાવી મલિંગાની બોલીંગમાં કેચ આઉટ થયો. હાલમાં ક્રીઝ પર કેપ્ટન ધોની અને ગૌતમ ગંભીર રમી રહ્યા છે. ગંભીર સદીની નજીક.

કોહલી 23 રન બનાવીને પ્રદીપના બોલે લેગ બીફોર થયો. જ્યારે આર.જી શર્મા આ વખતે પણ નિષ્ફળ. નુવાન પ્રદીપની ચુસ્ત બોલીંગ.

  • ભારત અને શ્રીલંકા વિરૂદ્ધની પાંચમી અને છેલ્લી વન ડે મેચ
  • વિરેન્દ્ર સેહવાગને સ્થાને અજિંક્ય રહાણે
  • ભારતીય ટીમ આ મેચ જીતે તો વર્લ્ડ રેન્કિંગમાં બીજા સ્થાને
  • અજિંક્ય રહાણે 9 રન બનાવીને આઉટ

અહીં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વિરૂદ્ધની પાંચમી અને છેલ્લી વન ડે મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રેણી વિજય પછી આજ ભારત જીતના ઈરાદા સાથે આ વન ડે પણ જીતશે એવો વિશ્વાસ વ્યકત કર્યો છે.

માઈક્રોમેકસ કપના અંતિમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 29 રન બનાવ્યા છે. કોહલી અને ગંભીર ક્રીઝ પર છે.

સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા બેસ્ટમેન અજિંક્ય રહાણે 9 રન બનાવીને પરેરાની બોલિંગમાં આઉટ થયો.

આજ ભારતીય ઈલેવન બ્રિગેડમાં વિરેન્દ્ર સેહવાગને આરામ આપીને તેની જગ્યાએ અજિંક્ય રહાણેને તક આપવામાં આવી છે.

જો ભારતીય ટીમ આ મેચ જીતે તો વર્લ્ડ રેન્કિંગમાં બીજા સ્થાને આવી શકે છે.

ભારતીય ટીમ :
મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે વિરાટ કોહલી, રોહિત શર્મા, મોનજ તિવારી, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, આર.અશ્વિન, ઝહીર ખાન અને અશોક ડિન્ડા.

શ્રીલંકા ટીમ :

ઉપુલ તરંગા, તિલકરત્ન દિલશાન, દિનેશ ચંડીમલ, ચમારા કપૂગેદરા, એન્જલો મૈથ્યુઝ (કપ્તાન), લાહિર થિરીમને, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, સેનાનાયક, નુવાન પ્રદીપ અને મલિંગા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com