Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:12:38 AM IST
 

ફ્રેંડશીપ ડે પર્વને મનાવતા પહેલાં રાખજો આનું ધ્યાન

Aug 04, 2012 Offbeat
 
Tags:   Lifestyle Special day Friendship day Happy Friendship Day Friend Friends Planning Love comment     E-Mail     Print    
 
Viewed: 1586
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 04

જિંદગી સંબંધો વીના અધૂરી છે. તમારા જીવનમાં એક અધૂરપ વર્તાતી હોય તો તે છે મિત્રતાની. મિત્ર તમારી જિંદગીનાં તમામ ભારને એક હળવા સ્માઈલથી દૂર ધકેલી દે છે. મિત્ર એટલે સંબંધોનો સરવાળો. આવા સંબંધને વ્યક્ત કરવાનો અવસર આપે છે ફ્રેંડશિપ ડે. હા આવતીકાલે છે ફ્રેંડશિપ ડે. આ દિવસ તમને જણાવે છે કે તમે તેની કેટલા નજીક છો. દર વર્ષના ઓગસ્ટનો પ્રથમ રવિવાર એટલે ફ્રેંડશિપ ડે. આને એન્જોય કરવાની સુંદર ટિપ્સ આપી રહ્યા છીએ.
 
મિત્રોની સાથે આયોજન-
દર રવિવાર તમે ઘરે ફિલ્મ જોવાનું અથવા આરામ કરવાનું કરો છો. પરંતુ આ વખતે ફ્રેંડશિપ ડે પર મિત્રોની સાથે પાર્ટીનું આયોજન કરો. મિત્રોને ઘરે બોલાવી પણ શકો છો. ઘરે મિત્રો આવે ત્યારે જે મિત્ર નાટક કરે તેને ખાવાનું નથી બનાવવાનું આવડતું તેને પણ કામમાં જોડી દો.

Friendshipday Special : Movies Where Friendship Turned into Love! Friendshipday Special : Movies Where Friendship Turned into Love!


સોશિયલ નેટવર્કિંગ સાઈટનો કરો ઉપયોગ-
ફ્રેંડશિપ ડે પર મિત્રોને વિશ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. મિત્રોની સાથે વર્ચ્યુઅલ ગેમનો આનંદ ઉઠાવી શકો છો. નેટ પર પોતાના મિત્રોનાં સર્કલનું એક ગ્રૂપ બનાવીને તેમાં તમામ મિત્રોને એડ કરો પછી સાથે ગેમ રમો. પોતાના સ્માર્ટફોન વડે ક્યાંય પણ આ રમત રમી શકો છો.


મોંઘી નહીં પણ કામમાં લાગે તેવી ગિફ્ટ આપો-
દોસ્તોને પોતાની ભાવના વ્યક્ત કરવા માટે કિંમતી ભેટ આપવાની કોઈ જરૂર નથી હોતી. અને જો ભેટ આપવી જ હોય ફ્રેંડશિપના દિવસે તો વધારે પડતી મોંઘી ભેટ ન આપો પરંતુ કામમાં લાગે તેવી ભેટ આપો. તમે સદાબહાર ઉપહાર આપી સકો છો. એક્સટર્નલ હાર્ડડિસ્ક, સિમ કાર્ડ રીડર ડિટેકટર , બ્લૂટૂથ આ ભેટ આપી શકો છો. જે તેને ખૂબ કામમાં આવી શકે છે.


પાર્કમાં સંગીતની સાથે કરો ડિનર-
વરસાદનો મોટો મહિનો એટલે શ્રાવણ માસ. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જો કે વરસાદ નથી એ દુર્ભાગ્ય છે પરંતુ આ સમયને પણ મન ભરીને માણી લેવામાં જ મજા છે. પોતાના મનપસંદ સ્થળો પર જઈને મિત્રોની સાથે ગપ્પા લડાવાનો આનંદ ઊઠાવી શકાય છે. સાથે સંગીત અને પ્રિય ભોજનની ઉજાણીની મજા પડી શકે છે. જો કે જાહેર સ્થળો પર અન્ય કોઈને નુકસાન અથવા ખલેલ ન પડે તેની પણ કાલજી રાખવી જરૂરી છે.

મિત્રોની સાથે હાઈવે પરનાં ઢાબા પર જાઓ-
દિલ્હી અને તેની સાથે સંકળાયેલ સીમા પર ઉત્તમ ઢાબા હોય છે. પોતાના દૈનિક જીવનમાંથી સમય કાઢીને મિત્રોની સાથે ઢાબા પર જાઓ. એવું નથી કે દિલ્હી તમે અમદાવાદ રહેતા હોવ કે રાજકોટ અછવા વડોદરા ગમે ત્યાં મિત્રોની સાથે ફરવા જાઓ. મનભરીને હરો ફરો.

ફ્રેંડશિપ ડે: જ્યારે દોસ્ત સાથે પ્રેમ થઈ જાયે ત્યારે...
મિત્રતા એક મજબૂત સંબંધ હોય છે અને જ્યારે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જતી હોય ત્યારે તમારા દિલની સ્થિતિ ખૂબ મુશ્કેલ હોય છે. ઘણાં લોકો આ બંધનને

આજે ગુરુ પૂનમ: ગુરુ ભક્તિમાં લીન થવાનો સર્વશ્રેષ્ઠ અવસર 
આવ્યો પવિત્ર શ્રાવણ માસ, કરો ભોળાનાથની શ્રદ્ધા-ભક્તિ ભાવથી આરાધના 
સાચવજો! આજે છે અપશુકનિયાળ દિવસ 
આ ક્રાંતિકારીએ જલિયાવાલા બાગ નરસંહારનો બદલો આખરે લંડનમાં જઈને લીધો
સુખી દાંપત્ય જીવન જોઈતું હોય તો આ ત્રીજ બની શકે છે તમને ખાસ મદદગાર 



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com