Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:27:43 AM IST
 

નોકરી ધંધામાં થઈ રહી છે ખોટ, વાસ્તુ પ્રમાણે કરો આ ઉપાય

Aug 04, 2012 Offbeat
 
Tags:   Vastu shastra Vastu Vastu tips Spiritual Aasopalav Tree Money Marriage Tips Aasopalav tree Ashoka tree comment     E-Mail     Print    
 
Viewed: 7843
Rate: 4.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 04

અશોક વૃક્ષ (આસોપાલવ)ને ઘરમાં ઉત્તર દિશામાં ઊગાડવું. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં અશોક વૃક્ષને લીધે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે, તેમજ અકાળે મૃત્યુ નથી આવતું. 

પરિવારની મહિલાઓને શારીરિક અને માનસિક ઊર્જાઓમાં વધારો થાય છે. જો મહિલાઓ આસોપાલવનાં વૃક્ષ પર પ્રતિદિન જળ ધરાવતી હોય તો તેની તમામ મનોકામના અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ યથાવત્ રહે છે.

જે વિદ્યાર્થીઓ ભણતા ખૂબ હોય છે તેમજ વાંચતા વધુ હોય છે છતાં તેમને વાંચેલું યાદ ન રહેતું હોય તો આસોપાલવની છાલ લઈને બ્રાહી સમાન મેળવીને ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને 1-1 ચમચી સાંજે ગિલાશમાં દૂધની સાથે આપવાથી જલ્દીથી લાભ મળશે. 

આસોપાલવના અન્ય પ્રયોગો-
1- જે જાતકને નિરંતર વ્યવસાયમાં હાનિ થઈ રહી હોય  આ ઉપરાંત તેમનો વ્યવસાય બંધ થવાની અણી પર હોય તો તેમને નીચે દર્શાવેલ પ્રયોગ કરીને લાભ મેળવવો. આસોપાલવનાં બીજને મેળવીને તેને સ્વચ્છ કરીને ધૂપ અને અગરબત્તી કરવી.

આંખો બંધ  કરીને પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરવી. આ બીજમાંથી એક બીજને કોઈ લૉકેટ બનાવીને પોતાના ગળામાં ધારણ કરવું જોઈએ. અન્ય બીજને અનાજ રાખવાના સ્થાન પર રાખવા. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ બુધવારે કરવાથી સારો લાભ થાય છે.

2- કોઈપણ શુભ મુહૂર્તમાં આસોપાલવ (અશોકવૃક્ષ)ની જડને ખોદીને લાવવી. તે સમયે તમારે મૌન ધારણ કરવું જોઈએ. ઘરમાં લાવીને તિજોરી અથવા ધન રાખવાના સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની સ્થિતિ પહેલાં કરતા સારી થાય છે.

3- જો કોઈ કન્યાનાં લગ્ન ન થઈ રહ્યા હોય. તેમજ પરિવારનાં લોકો પણ ખૂબ ચિંતામાં હોય તો આ ઉપાય કરવો જોઈએ. અશોક વૃક્ષની જડ તથા પાંદડા મેળવીને આ કન્યાના સ્નાન કરવાના પાણીમાં નાંખી દો. બાદમાં આ પાણીથી કન્યાએ સ્નાન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે જડ પાણીમાંથી બહાર ન પડવી જોઈએ.

4- અશોક વૃક્ષ (આસોપાલવ)નાં ફળને મંગળવારના દિવસે હનુમાનજીને ધરાવવા જોઈએ જેથી મંગળ ગ્રહની પીડામાંથી મુક્તી મળી જાય છે.

સ્નાન કર્યા પછી આ પાંદડાને પરિવારનાં કોઈ પણ સભ્ય પીપલનાં વૃક્ષનાં નાંખી દે. આ પ્રયોગ ઓછામાં ઓછા 41 દિવસ સુધી જરૂરથી કરો. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ સોમવારના રોજ શરૂ કરો. આવું કરવાથી જલ્દી જ તે કન્યાના લગ્ન નક્કી થઈ જશે.

(સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો આટલો ફેરફાર અને પછી જુઓ
શું તમને ખબર છે કે ભલે તમારો બેડરૂમ વાસ્તુ અનુસાર ડેકોરેટ ન કર્યો હોય, પરંતુ જો તમારે સૂવાનો નિયમ ન ખબર હોય તો તમારું જીવન તણાવગ્રસ્ત રહેતું હોય ...

ઘરનાં મુખ્યદ્વાર પર વાસ્તુદોષ અને તેના ઉપાય
ઘરમાં અશાંતિ તેમજ રોગ જેવી સમસ્યાઓને લઈને તમે કંટાળી ગયા હોવ તો હવે સાવધ થઈ જવાની જરૂર છે. અહીં આપેલ ટીપ્સ તેમજ ઉપાયોથી તમારા ઘર...

ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગાડો વૃક્ષ
કહેવાય છે કે ઘરમાં કે ઘરની આજુબાજુ ઝાડ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા ...

બેડરુમમાં કદી પણ દર્પણ ન લગાવતા નહીંતર...
દરેક મહિલા અન્ય મહિલા કરતાં સુંદર દેખાવા ઈચ્છે છે. શણગાર કરવો એ દરેક મહિલાની સામાન્ય પ્રવૃત્તિ છે. દર્પણ વગર સ્ત્રીનો શણગાર કરવાની કલ્પના કરવી અશ...

આનું દાતણ કરવાથી વધે છે પ્રેમ
પોતાના દાંતને મોતીઓ જેવા ચમકાવવા માટે જો તમે દરરોજ સવારે ઊઠીને બ્રશ કરતા હોવ તો આવતીકાલથી બ્રશને સ્થાને દાતણ કરીનો પછી જોજો ચમત્કાર. આ દાતણ કર...

ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો આ રહ્યો તેને ઉકેલ
તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે. તેવી રીતે ઘરમાં કોઈ વિઘ્ન કે હાનિ થતી હોય તો વાસ્તુની સમસ્યા હોઈ શકે છે, જેથી કરીને ગણેશજીની આરાધના...


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com