મુંબઈ, તા. 04
બોલિવૂડમાં અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી ભૂતપૂર્વ સૌંદર્યસામ્રાજ્ઞાી પ્રિયંકા ચોપરા હવે સિંગર બનવા જઇ રહી છે. થોડા સમય અગાઉ એવા અહેવાલ હતા કે પ્રિયંકા તેનું એક મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવાની છે પરંતુ હવે એમ જાણવા મળ્યું છે કે તે તેની એક આગામી ફિલ્મ માટે પણ કંઠ આપવાની છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અપૂર્વ લાખિયાનાં નિર્દેશનમાં બની રહેલી 'જંજીર'ની રિમેકમાં પ્રિયંકા એક ગીત ગાવાની છે. અપૂર્વ પ્રિયંકાના કંઠ ઉપર ફિદા હોવાનું માલૂમ પડયું છે. ઉલ્લેખનીય છે કે 'જંજીર'ની રિમેકથી સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર રામચરણ તેજા બોલિવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે.