Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 07:05:32 PM IST
 

એન્ટોનિયો સાથે મારે અફેર નથી : મલ્લિકા શેરાવત

Aug 04, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 278
Rate: 2.0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૪ ઓગસ્ટ ૨૦૧૨

મલ્લિકા શેરાવત આજકાલ તેના ડ્રેસ અને વિવાદાસ્પદ નિવેદનોનાં કારણે નહીં પણ હોલિવૂડ સ્ટાર એન્ટોનિયો બેન્ડ્રાસ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે, જો કે, મલ્લિકાએ આવા કોઇ સંબંધો હોવાનો ઇનકાર કર્યો હતો. મલ્લિકાના જણાવ્યા અનુસાર તે અત્યારે સિંગલ છે. 'હું સિંગલ છું, મને હજુ સુધી મારો ડ્રીમ મેટ નથી મળ્યો, મને તો એ પણ ખબર નથી તેના જેવો કોઇ વ્યક્તિ આ દુનિયામાં છે કે નહીં.'

એવું ચર્ચાઇ રહ્યું છે કે, જો મલ્લિકા ખરેખર સિંગલ હોય તો પછી એન્ટોનિયોની વાઇફ મિલાન ગ્રિફીથ કઇ બાબતે ગુસ્સામાં છે અને તેણે શા માટે બેન્ડ્રાસ પર મલ્લિકા સાથે સંબંધો હોવાના આરોપ લગાવ્યા છે ?

મલ્લિકા શેરાવત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન હોલિવૂડ સ્ટાર એન્ટોનિયો બેન્ડ્રાસ સાથે ક્લોઝ ડાન્સ કરતી હોવાના ફોટોગ્રાફ્સ બહાર આવતાં આ બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની વાત મીડિયામાં ચમકી હતી. એટલું જ નહીં, આ ફોટોગ્રાફ્સના કારણે બેન્ડ્રાસનું લગ્નજીવન પણ ભંગાણના આરે પહોંચી ગયું છે.

મીડિયાએ આ ફોટોગ્રાફ્સને લઇને બેન્ડ્રાસની પત્ની તેનાથી દૂર થઇ રહી હોવાની વાત ફેલાવી હતી. જો કે, મલ્લિકા અને તેના મિત્રોએ આ વાત ખોટી હોવાનું કહ્યું હતું. મલ્લિકાના એક મિત્રએ કહ્યું હતું કે, મલ્લિકા નહીં પણ બેન્ડ્રાસ આર્કિષત થયો હતો અને તે મલ્લિકાને ડાન્સ ફ્લોર સુધી ખેંચી ગયો હતો અને એવું કહ્યું હતું કે મલ્લિકા ખુબ જ સુંદર સ્ત્રી છે.

બીજી તરફ બેન્ડ્રાસની વાઇફ ગ્રિફીથ તેની વેડિંગ રીંગ વગર જ લોસ એન્જલસમાં શોપિંગ કરતા જોવા મળી હતી .

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com