લંડન, તા. ૪
વિજેન્દ્રસિંહ બાદ ભારતના વધુ એક બોક્સર દેવેન્દ્રોસિંહે લંડન ઓલિમ્પિક્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેન્સ લાઇટફ્લાયના ૪૯ કિ.ગ્રા. વજનજૂથમાં દેવેન્દ્રોએ મંગોલિયાના પુરેવદોર્જ સામે ૧૬-૧૧થી વિજય મેળવ્યો હતો.
દેવેન્દ્રોએ પ્રથમ બાઉટ ૪-૩થી, બીજો બાઉટ ૪-૨થી અને ત્રીજો બાઉટ ૮-૬થી પોતાને નામે કર્યો હતો. આ સાથે જ દેવેન્દ્રો હવે પોતાની આગામી મેચમાં જીતશે તો તે ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લેશે. દેવેન્દ્રો ક્વાર્ટર ફાઇનલમાં બુધવારે આયર્લેન્ડના બાર્નેસ પેડ્ડી સામે રમશે.દરમિયાન શુક્રવારે મોડી રાત્રે રમાયેલી ૬૯ કિ.ગ્રા. વયજૂથમાં ભારતીય બોક્સર વિકાસકૃષ્ણનને રોમાંચક મેચમાં અમેરિકાના
ઈરોલ સ્પેન્સ સામે ૧૩-૧૧થી જીત મેળવી હતી, જોકે અમેરિકા તરફથી ફરીથી મેચ જોઈ નિર્ણય કરવાની અપીલ કરી હતી.