વ્યારા, તા.૪
આગામી વિધાનસભા ચુંટણી અંગે તાપી જિલ્લામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે ગઈકાલે વ્યારા તરણકુંડ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.જે.પટેલના અધ્યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ હતી. ચુંટણીલક્ષી મોટાભાગની કામગીરી સંપન્ન થઈ ચુકી છે ત્યારે નોડેલ અધિકારીગણને તેમનો મેન પાવર તથા મશીનરી સુસજ્જ રાખવા સુચનો કરાયા હતા.
- નોડલ અધિકારીગણને મેન પાવર તથા મશીનરી સાથે તૈયાર રહેવા તાકીદ
વ્યારા ખાતેના તરણકુંડ ખાતે ગઈકાલે આગામી વિધાનસભા ચૂંટણી અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.જે.પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીલક્ષી મોટાભાગની કામગીરી સંપન્ન થવા આવી છે. મતદાર યાદીની સુધારણાથી માંડીને મતદારનની પ્રક્રિયા જરાપણ દુષિત ન થાય તેવા પ્રયાસો કર્યા છે. જિલ્લાના વિધાનસભા મત વિસ્તારોમાં મુક્ત ન્યાયી પારદર્શી ચૂંટણી પ્રક્રિયા અંગે રાષ્ટ્રીય ચૂંટણીપંચની માર્ગદર્શીકાની વિગતો અપાતા આદિવાસી મહિલા મતદારાઓ દ્ધારા વિશેષ જાગૃતિ બતાવવામાં આવી છે.
કલેકટર પટેલે નોડલ અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીની વિગતો મેળવતા જણાવ્યું હતું કે નોડલ અધિકારીગણને તેમનો મેન પાવર મશીનગરી અદ્યતન સુસજ્જ રાખવા જોઇએ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઉપાધ્યાય, ગ્રામ વિકાસ નિયામક ડામોર, સોનગઢ પ્રાયોજના વહીવટદાર બાગુલ, વિભાગીય પોલીસવડા પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી માછી, ચૌહાણ, એ.આર.ટી.ઓ.સેવક, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેર ઓઝા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટર આર.જે.પટેલે તંત્રનાં પરસ્પર સંકલન અને સહયોગથી ચૂંટણી સુપેરે પાર પાડવા આહવાન કર્યું હતું.