Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:51:31 PM IST
 

... અને ખેલાડી પ્રાણીના અંડકોષ ખાઈ જતા હતા

Aug 04, 2012 Sports > Olympic 2012
 
Tags:   Olympic Athlets Animals Testicles comment     E-Mail     Print    
 
Viewed: 1959
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન , 4 ઓગસ્ટ

રમત, ખેલાડી અને શક્તિવર્ધક ખોરાકનો ખૂબ જ પુરાનો નાતો છે. ક્યારેક તે અલગ-અલગ પ્રકારનાં ભોજનમાંથી મળે છે તો ક્યારેક દવાઓમાંથી. રમતને પ્રતિસ્પર્ધાત્મક બનાવવા અને દરેક ખેલાડીને સમાન તક આપવા આયોજકોએ વિવિધ અંકુશ લગાવ્યા છે. આ અંકુશથી બચવા ખેલાડીઓ છટકબારી શોધી લે છે. ખેલાડીઓ જે શક્તિવર્ધક દવાનો ઉપયોગ કરે છે તેને ડોપિંગ તરીકે ઓળખવામાં આવે છે.

એ વાત જાણીને નવાઇ લાગશે કે પ્રાચીન ઓલિમ્પિક્સમાં પણ ખેલાડીઓ પોતાનું પ્રદર્શન સુધારવા ડોપિંગનો ઉપયોગ કરતા હતા. ખેલાડી પોતાનું પ્રદર્શન મજબૂત કરવા પ્રાચીન ઓલિમ્પિક્સમાં પ્રાણીઓના અંડકોષને કાચેકાચું ચવાઇને ખાઇ જતા હતા. બ્રિટનની સાઉથમ્પટન યુનિર્વિસટિના ઓલિમ્પિક્સ ઇતિહાસકાર ર્માટિન પોલીએ જણાવ્યું હતું કે ડોપિંગ હંમેશાંથી ઓલિમ્પિક્સનો હિસ્સો રહ્યું છે પરંતુ તેને કદી સમસ્યા મનાતું નહોતું પરંતુ હવે ડોપિંગ રમતજગત માટે ચિંતાનો વિષય બની ગયું છે. કોઇ પણ સ્થિતિમાં વિજય મેળવવાની ઇચ્છાને કારણે જ ખેલાડી પ્રાણીઓના અંડકોષને કાચા ચાવી જતા હતા, જોકે, સંભવ છે કે તેને પૌરુષત્વ વધારવા માટેના નુસખા તરીકે પણ જોવાતું હોય.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com