Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:41:22 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

બિહારથી વડોદરા આવેલા કિશોરનો પરિવાર સાથે મેળાપ

Aug 05, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 344
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા. ૪

વડોદરા રેલવે સ્ટેશન પર ગુરૂવારે બપોરે દિલ્હીથી મુંબઇ જમ્મુ તાવી એક્સપ્રેસમાં રેલવે પોલીસ રૂટિન ચેિકંગ હાથ ધર્યુ હતું. દરમ્યાન પોલીસને ટ્રેનમાંથી એક શંકાસ્પદ કિશોર મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રોકડા રૂ.૨૧,૦૦૦ અને દાગીના મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં તેનું નામ અનંત તરૂણભાઈ અગ્રવાલ (ઉં.વ.૧૪,રહે. દેગુસરાઇ બિહાર) હોવાનું બહાર આવ્યું હતું. તેની માતાએ ભણવા બાબતે અનંતને ઠપકો આપ્યો હતો. જેથી તે બહેનના લગ્નમાં આવેલા ચાંલ્લાના રૂ.૨૧,૦૦૦ લઇ મંગળવારે ઘરેથી નીકળી ગયો હતો.

રેલવે પોલીસે અનંતના પરિવારને જાણ કરતા તેની માતા આજે વડોદરા આવી પહોંચી હતી. ત્યારબાદ પોલીસની મદદથી બાલ ગોકુલમમાંથી તેમણે પુત્ર અનંતનો કબજો મેળવ્યો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com