Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:24:33 PM IST
 

નમણી નારીઓએ માણ્યો 'સંદેશ' 'નારી' અને VLCCનો નારીનો નિખાર સેમિનાર

Aug 06, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 694
Rate: 4.0
Rating:
Bookmark The Article

સંદેશ' 'નારી' અને વીએલસીસીના ઉપક્રમે અમદાવાદમાં મહિલાઓ માટે ખાસ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ત્રિદિવસીય સેમિનાર - 'નારીનો નિખાર'નું આયોજન થયું હતું. સફળતાનાં શિખરો સર કરવા ટેલેન્ટની સાથે દમદાર પર્સનાલિટી પણ આવશ્યક છે. 'સંદેશે' નારીના વ્યક્તિત્વને નિખાર આપવા માટે હેરસ્ટાઇલ, મેકઅપ, ડાયટ અને સ્કિન વગેરેના નિષ્ણાતોને સેમિનારમાં સામેલ કર્યા હતા. 'સંદેશ' અને વીએલસીસી દ્વારા યોજાયેલા આ સેમિનારની ખાસિયત એ હતી કે આ સેમિનારમાં આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને નિખારતા દરેક પાસાને ત્રણ દિવસમાં બહુ ઉમદા રીતે સમજાવવામાં આવ્યા હતા. આ સેમિનારને રોજ ત્રણ સોથી વધુ યુવતીઓએ હાજર રહીને માણ્યો હતો અને સારો પ્રતિસાદ પૂરો પાડયો હતો.

બાહ્ય વ્યક્તિત્વને નિખારવા માટે સૌ પ્રથમ હેલ્ધી ફૂડ મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર કીમતી પ્રોડક્ટ્સને ચહેરા પર લગાવવાથી સુંદરતા નથી મળી જતી, આ માટે હેલ્ધી ફૂડ લેવું પણ જરૂરી છે. ન્યુટ્રિશિયન ડો. રેનુ સિંઘે જણાવ્યું હતું કે સુંદર સ્કિન અને હેર માટે લીલાં શાકભાજી, દાળ, દરરોજ બે ફળ, આઠથી દસ ગ્લાસ પાણી અને એક ગ્લાસ દૂધ લેવું જરૂરી છે. તેમણે દાળ, ભાત, શાક, રોટલીવાળી આપણી ગુજરાતી થાળીને એક આદર્શ હેલ્ધી ડિશ ગણાવી હતી.

મેકઅપ વગર તો વ્યક્તિત્વ નિખારની વાત અધૂરી જ રહી જાય. તો મેકઅપનાં નિષ્ણાત પ્રીતિ સેલતે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ થકી પ્રોપર મેકઅપ ટિપ્સ સમજાવીને સેમિનારમાં ભાગ લેનાર યુવતીઓ-મહિલાઓને જરૂરી જાણકારી આપી હતી.

સૌંદર્યમાં વૃદ્ધિ કરનાર સૌથી મહત્ત્વની છે - સ્કિન. સુંદર અને હેલ્ધી સ્કિનથી જ વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે ત્યારે સ્કિન કેરનાં નિષ્ણાત માલતી બુચે ત્વચા ડ્રાય છે કે ઓઇલી એ જાણીને તે પ્રમાણે તેની ટ્રીટમેન્ટ કરવાની અને તે મુજબ જ પ્રોડક્ટ્સ યુઝ કરવાની સલાહ આપી હતી.

પર્સનાલિટીને પ્રભાવશાળી બનાવવામાં હેર સ્ટાઇલ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સંતોષ શેખાવતે ફેસના શેપ અને કટ પ્રમાણે કયા પ્રકારની હેર સ્ટાઇલ કરવી જોઈએ તેમજ ફંક્શનમાં અને પાર્ટીમાં કેવા પ્રકારની હેર સ્ટાઇલનો ટ્રેન્ડ છે વગેરે માહિતી આપવાની સાથે સેમિનારમાં ભાગ લેનાર યુવતીના સવાલના સંતોષકારક જવાબ આપીને સેમિનારને વધુ ફળદાયી બનાવ્યો હતો.

જો બાહ્ય વ્યક્તિત્વ ફર્સ્ટક્લાસ હોય, પણ આપનું બિહેવિયર સારું ન હોય તો પર્સનાલિટીને પણ ઝીરો માર્ક મળે છે. પ્રોફેશનલ લાઇફમાં અને પર્સનલ કે ફેમિલી લાઇફમાં આપણો શાલીનતાભર્યો વ્યવહાર જીવનની દિશા બદલી શકે છે. આ વાતને પર્સનાલિટી ડેવલપમેન્ટ ફેકલ્ટીનાં હીના મર્ચન્ટે બહુ સારી રીતે સમજાવી હતી. બિહેવિયર ઇમ્પ્રૂવમેન્ટનું આ સેશન પણ બહુ જ રસપ્રદ અને માહિતીપ્રદ રહ્યું. જીવનમાં સફળતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આજે બાહ્ય વ્યક્તિત્વનો યોગ્ય વિકાસ એ આજના સમયની પહેલી માગ છે. તમારી ટેલેન્ટ તો પછી બહાર આવે છે, સૌ પ્રથમ તમારા વ્યક્તિત્વથી જ તમારું મૂલ્યાંકન થાય છે.

'સંદેશ' 'નારી' અને વીએલસીસી દ્વારા આયોજિત આ સેમિનારને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પર્સનાલિટી ડેવલપમેન્ટના દરેક પાસાની નિષ્ણાતો પાસેથી પદ્ધતિસરની માહિતી મેળવીને ભાગ લેનાર દરેક યુવતી પણ સંતુષ્ટ થઈ હતી.                                        

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com