Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:59:14 AM IST
 

બાળકની કરિયર નક્કી કરતા પહેલાં

Aug 06, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 530
Rate: 0
Rating:
Bookmark The Article

પેરેન્ટિંગ - મોક્ષદા વ્યાસ

બાળકની સફળતા પાછળ બાળકની મહેનત, તેની ટેલેન્ટ તો હોય જ છે, પણ સાથે સાથે તેની સફળતા અને નિષ્ફળતા પાછળ પેરેન્ટ્સના નિર્ણયો પણ જવાબદાર હોય છે. બાળક માટે કયું ફિલ્ડ પસંદ કરવું? તે કયા ફિલ્ડમાં સફળ થશે વગેરે કરિયર ગાઇડન્સને લગતા પ્રશ્નો ભલે અત્યારે સાવ સામાન્ય લાગતા હોય છે, પણ પેરેન્ટિંગનો એ બહુ અગત્યનો ભાગ છે. પેરેન્ટ્સનો એક ખોટો નિર્ણય બાળકના કરિયરને અંધકારમય પણ બનાવી શકે છે તેમજ સાચો અને યોગ્ય નિર્ણય આપના લાડલાના કરિયરને ઉજ્જ્વળ પણ બનાવી શકે છે. તો ચાલો બાળકના કરિયરની પસંદગી કરતા પહેલાં પેરેન્ટિંગનો આ પાઠ પણ ભણી લઈએ.

ફોર્સ ન કરો

સૌ પ્રથમ તો પેરેન્ટ્સે બાળકને ક્યારેય કરિયરની પસંદગી માટે ફોર્સ ન કરવો જોઈએ. બાળકને કરિયર વિશે ગાઇડલાઇન આપતા પહેલાં તેના રસના વિષયોને પણ જાણી લેવા જરૂરી છે. ઘણી વાર એવું બનતું હોય છે કે બાળકને જે ફિલ્ડમાં રસ ન હોય એ જ ફિલ્ડમાં માતા-પિતા જબરદસ્તી એને મોકલે છે ત્યારે સંતાનને જેટલી સફળતા મળવી જોઈએ તેટલી મળતી નથી. ઘણી વાર એવું બનતું હોય છે કે બાળકની કરિયર ચોઇસ પણ યોગ્ય ન હોય તો પેરેન્ટ્સે તેને એવી રીતે ન સમજાવવું જોઈએ કે બાળકને લાગે કે તેનાં મમ્મી-પપ્પા અન્ડરએસ્ટિમેટ કરી રહ્યાં છે.

રસ-રુચિને જાણો

બાળક માટે કરિયર પસંદ કરતા પહેલાં પેરેન્ટ્સે તેની અભિરુચિને જાણવી જરૂરી છે. બાળકની અભિરુચિના ક્ષેત્રને તમે તેના કરિયર માટે પસંદ કરવા દેવા ન માગતાં હો તો પણ તેના શોખને કે રસના વિષયને બિલકુલ નજરઅંદાજ તો ન જ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે આપની પુત્રીને ક્લાસિક નૃત્યનો ભારે શોખ છે. તાલીમ વગર પણ તે સારું નૃત્ય કરી લે છે, તો આ આર્ટ ગિફ્ટ ઓફ ગોડ છે, તેને એવોઇડ ન કરો. સંતાનને આ માટે પણ પદ્ધતિસરની વિસારદ સુધીની તાલીમ અપાવો અને આ સાથે અભ્યાસને પણ ચાલુ રાખી શકાશે. આ રીતે બાળક પાસે ભવિષ્યમાં કરિયર માટેનાં બે ઓપ્શન તૈયાર થઈ જશે.

નેટવર્કિંગ

પેરેન્ટ્સે બાળકની કરિયર પસંદગીમાં નેટવર્કિગ વેબસાઇટનો પણ સહારો લેવો જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે વર્તમાન સ્થિતિમાં કયા ફિલ્ડમાં જોબ માટે ઊજળી તક છે અથવા ભવિષ્યમાં કયા ફિલ્ડનું શિક્ષણ ઊજળા કરિયર માટે વધુ ઉપયોગી બનશે તેની પેરેન્ટ્સને ખાસ કંઈ ખબર નથી હોતી, ત્યારે નેટવર્કિગ વેબસાઇટના સહારે પણ કરિયર વિશે ગાઇડલાઇન મેળવી શકાય છે. બની શકે કે આ વેબસાઇટ પરથી આપના સંતાનની રસ-રુચિ પ્રમાણેનો જ કોઈ કોર્ષ મળી જાય, જેની ભવિષ્યમાં સારી એવી ડિમાન્ડની શક્યતાઓ હોય.

એપ્ટિટયૂડ ટેસ્ટ

પેરેન્ટ્સે બાળકને એપ્ટિટયૂડ ટેસ્ટ આપવા માટે પણ પ્રોત્સાહિત કરવાં જોઈએ, કારણ કે આ પ્રકારના ટેસ્ટમાં બાળકના માઇનસ અને પ્લસ પોઇન્ટનું સંપૂર્ણ એનાલિસિસ થઈ જતું હોય છે. બાળકના વ્યક્તિત્વનું સ્પષ્ટ ચિત્ર બહાર આવી જતાં, બાળક કયા ફિલ્ડ માટે વધુ યોગ્ય છે તેમજ કયા ફિલ્ડમાં વધુ સફળ થશે તેનો પણ ખ્યાલ આવી જતો હોય છે, તેથી સંતાન અને પેરેન્ટ્સને પણ કરિયરની પસંદગી કરવામાં સરળતા રહે છે અને યોગ્ય ચોઇસ પણ કરી શકે છે.

મેરિટ પરથી જ મૂલ્યાંકન ન કરો

શૈક્ષણિક સંસ્થામાં કે ફેમિલીમાં મેરિટથી સંતાનનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, પણ ઘણી વાર પુસ્તકિયા જ્ઞાનમાં ફેઇલ થતી વ્યક્તિ બહુ ઊંચા પદ પર પણ પહોંચી જતી હોય છે. આવાં કેટલાંય ઉદાહરણ આપણે જોયાં છે અને વાસ્તિવક જીવનમાં અનુભવીએ પણ છીએ. તો બાળકનું મેરિટ ઓછું હોય તો પણ ચોક્કસ તેનામાં વ્યવહારુ જ્ઞાન વધુ ભર્યું હશે, તો તે જે વિષયમાં ફેઇલ થાય છે તેનાં કારણો તપાસી, તેનામાં એવા બીજા કયા પ્લસ પોઇન્ટ છે જે તેને અન્ય લોકોથી અગ્રેસર બનાવી શકે છે આ શોધવાનું કામ પેરેન્ટ્સનું છે. તેના વ્યક્તિત્વનું સબળું પાસું શોધીને તેના કરિયરને તે પ્રમાણે પણ સુંદર વળાંક આપી શકાય.

કરિયરની પસંદગી વખતે ધ્યાનમાં લેવા જેવા મુદ્દા

* બાળકને અન્ડરએસ્ટિમેટ ન કરો.
* બાળક પ્રત્યે પોઝિટિવ વલણ રાખો.
* બાળકની રસ-રુચિને નજરઅંદાજ ન કરો.

* બાળકના વ્યક્તિત્વના દરેક પાસાનું એનાલિસિસ કરો.

* સંતાનના વ્યક્તિત્વનાં સબળાં પાસાં શોધી કાઢો.                                     

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com