બ્યુટી ક્વેરી - ડો. ગીતા પટેલ, ડર્મેટોલોજિસ્ટ
* મારા હાથ ઉપર સાબુદાણા જેવા ફોલ્લા થયા છે. મને ખૂબ જ ખંજવાળ આવે છે. તો શું કરવું?
- ઉષા ચંદારાણા, માણાવદર
આ એક પ્રકારનું eczema(ખરજવું) છે. આને Pompholyx કહેવાય છે. આ તમારા શરીરનું રિએક્શન છે, એટલે તમારા ડોક્ટરને મળીને આ સમસ્યા માટે ટ્રીટમેન્ટ લેવી પડે.
* હું કાયમ મેનિક્યોર અને પેડિક્યોર કરાવું છું. મારા નખ પીળા પડી ગયા છે. નખની બાજુની ત્વચા ફૂલી ગઈ છે, દુખાવો પણ થાય છે. તેના માટે કોઈ ઉપાય ખરો? - કાજલ વ્યાસ, વડોદરા
આ નખનું ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે. તપાસ કરાવીને ટ્રીટમેન્ટ કરાવો, ત્યાં સુધી મેનિક્યોર અને પેડિક્યોર બંધ રાખો અને તમારે ડાયાબિટીસ પણ ચેક કરાવી લેવો જોઈએ.
* મને માથામાં પેચીઝ પડી ગયા છે અને તે જગ્યા પર સંપૂર્ણ વાળ પણ જતા રહ્યા છે, આ શું હશે? - કિરણ દવે, જામનગર
આ રોગને ઉંદરી કહેવાય. તેમાં માથામાં અમુક જગ્યાએ સંપૂર્ણ વાળ જતા રહે છે. વધુ પડતા માનસિક તણાવને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. તેના માટે પેચીઝમાં ઇન્જેક્શન મુકાવીને ફરી વાળ લાવી શકાય છે.
* મારા હાથ એકદમ કાળા પડી ગયા છે. ચહેરા કરતાં તેનો રંગ એકદમ અલગ પડી જાય છે, તો શું કરવું? - નેહા સોલંકી, અમદાવાદ
સૂર્યપ્રકાશમાં ફરવાને લીધે આવું બનતું હોય છે. સતત સૂર્યપ્રકાશ સ્કિન પર આવતાં ત્વચા કાળી પડી જાય છે. તેના માટે લીંબુ અને મધને નિયમિત હાથ પર લગાવો અને મસાજ કરો. વીસ મિનિટ બાદ ધોઈ નાખો. આ પ્રયોગ કરવાથી ફરક પડશે.
drgeeta@skinworld.co.in