Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 07:36:48 AM IST
 

જન્માષ્ટમી પ્રસાદ (કિચન ક્વેરીઝ)

Aug 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1721
Rate: 3.0
Rating:
Bookmark The Article

કિચન ક્વેરીઝ- પ્રો.રેખા મહેતા (ફ્રૂડ ન્યૂટ્રિશન)

* જન્માષ્ટમીના તહેવાર માટે ફળાહારી વાનગીઓ સૂચવશો. પ્રસાદ ધરાવી શકાય તેવી વાનગીની રીત પણ આપશો.

નીતા, અમિતા વ્યાસ, ખંભાત

કૃષ્ણજન્મનો ઉત્સવ આવી પહોંચ્યો છે, ફળાહારી વાનગીઓને યાદ કરીએ. આમેય શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે ફળાહારની બોલબાલા તો ખરી જ. વિવિધ કંદમૂળ, સાબુદાણા, મખાણા, રાજગરો, મોરૈયો, શીંગોડાનો લોટ જેવા ખાદ્યો ખાસ વાપરવાના. ફળાહારી ખાદ્યો એટલે સ્ટાર્ચથી ભરપૂર, પરંતુ એવું નથી કે તેમાં અન્ય કોઈ પોષકતત્ત્વો નથી. શ્રાવણ માસમાં વપરાતા ખાદ્યો પૌષ્ટિક જ છે, પરંતુ ઘણી વાર તેની વાનગી બનાવટમાં ઘણું તેલ વાપરવામાં આવતાં તેઓ પચવામાં ભારે બને છે,

હાઈ-કેલરી વાનગી બની જાય છે. રાંધવાની યોગ્ય પદ્ધતિ વાપરતાં આવી વાનગીઓ પૌષ્ટિક બની શકે છે. અહીં કેટલીક વાનગીઓ જન્માષ્ટમી પ્રસાદ નિમિત્તે રજૂ કરી છે.

  • ડેટ શ્ નટ્સ રોલ્સ
સામગ્રી
  • ૨ વાડકી ખજૂર
  • ૧।। વાડકી દૂધ
  • ૨ ટે. સ્પૂન કાજુનો ભૂકો, ૨ ટે. સ્પૂન શીંગનો ભૂકો, ૧ ટે. સ્પૂન અન્ય નટ્સના નાના કટકા (ઓપ્શનલ-બદામ, અખરોટ જેવો સૂકો મેવો)
  • ૨ ટે. સ્પૂન નાળિયેરનું ખમણ
  • ૨ ટે. સ્પૂન ખાંડ, ।। ટી. સ્પૂન ઈલાયચીનો ભૂકો
  • ૧+૧ ટી. સ્પૂન ઘી
  • ૪ ટે. સ્પૂન રાજગરાની ધાણી-શેકેલી.
રીત
  • ખજૂરને ડૂબાડૂબ પાણીમાં ધોઈ ચાળણીમાં કાઢવું. તેના ઝીણા કટકા કરવા. દૂધ નાંખી પલળવા દેવું.
  • ખાંડ ઉમેરી બ્લેન્ડરમાં ક્રશ કરીને સુંવાળો માવો તૈયાર કરવો.
  • ૧ ટી. સ્પૂન ઘી ગરમ મૂકી નટ્સનો ભૂકો તથા નાના કટકા સાંતળવા.
  • ૧ ટી. સ્પૂન ઘી ગરમ મૂકી ખજૂરનો માવો નાંખી ખદખદાવવું. થોડી વાર બાદ સાંતળેલા નટ્સ તથા ખમણેલું કોપરું ઉમેરવા.
  • કઠણ લચકા પડતું મિશ્રણ થાય એટલે ઉતારીને ઠંડું થવા દેવું.
  • ત્યારબાદ તેના નાના રોલ વાળવા. થાળીમાં રાજગરાની ધાણી પાથરી તેમાં રગદોળવા. ચારે બાજુએ ધાણી ચોંટાડવી. (૭) બધા રોલ આ પ્રમાણે તૈયાર કરી ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવા.
શીંગ ધાણીના લાડુ
સામગ્રી
  • ૧ વાડકી-શીંગદાણાનો ઝીણો ભૂકો
  • ૧ વાડકી દળેલી ખાંડ
  • ૦।। વાડકી રાજગરાની ધાણી
  • ટી. સ્પૂન ઈલાયચીનો ભૂકો
  • ૦।થી ૦।। વાડકી ઘી
  • ૦।। ટી. સ્પૂન સૂંઠનો ભૂકો, ૦।। ટી. સ્પૂન ગંઠોડાનો ભૂકો, ।। ટી. સ્પૂન ખસખસ.
રીત
  • શીંગદાણાને શેકી, છોલીને બારીક ભૂકો કરવો. ચાળણીથી ચાળીને એક સરખો રવાદાર ભૂકો તૈયાર કરવો.
  • રાજગરાની ધાણીને આછી શેકવી.
  • ઘીને થોડું ગરમ કરવું. થાળીમાં લઈ દળેલી ખાંડ નાંખવી. થોડી વાર ફીણવું.
  • ઈલાયચીનો ભૂકો તથા સૂંઠ-ગંઠોડાનો ભૂકો નાંખી ફરી ફીણવું.
  • શીંગનો ભૂકો ઉમેરી ફીણવાનું ચાલુ રાખવું.
  • છેલ્લે રાજગરાની ધાણી ભેળવવી. જરૂર લાગે તો થોડું ઘી ઉમેરવું.

આ મિશ્રણમાંથી નાની લાડુડી વાળવી. થાળીમાં ખસખસ પાથરી તેમાં રગદોળવી. ઠંડી થયે ડબ્બામાં ભરવી.

નોંધ : - શીંગ તથા રાજગરાની ધાણી ઘણી પૌષ્ટિક ચીજો છે. બંનેમાંથી હાઈ પ્રોટીન મળે છે. ઉપરાંત શીંગમાંથી પુષ્કળ 'નાયાસિન' વિટામિન તથા રાજગરામાંથી આયર્ન ખૂબ સરસ પ્રમાણમાં મળે છે. મેગ્નેશ્યમનું પ્રમાણ પણ સારું.

ફરાળી મિક્સ
સામગ્રી
  • ૧ નાની વાડકી સાબુદાણા
  • વાટકી મખાણા
  • ૦।। વાડકી રાજગરાની ધાણી
  • ૩ ટે. સ્પૂન શીંગદાણા, ૨ ટે. સ્પૂન કાજુના નાના કટકા, ૧ ટે. સ્પૂન કિસમિસ, ૧ ટી. સ્પૂન તલ
  • ૨ નંગ બટાકા
  • મીઠું, ૦।। ટી. સ્પૂન લાલ મરચું, ૧ નંગ લીલું મરચું, ૧ ટી. સ્પૂન દળેલી ખાંડ, ચપટી લીંબુનાં ફૂલ, થોડાં પાન મીઠો લીમડો, તળવા માટે તેલ.
રીત
  • બટાકાને છોલીને છીણવા. વાસણમાં પાણી ભરી છીણને બરાબર ધોવું. નિતારીને કપડા ઉપર કોરું કરવું.
  • તેલ ગરમ મૂકી તેમાં થોડું થોડું છીણ તળવું. ગુલાબી થાય એટલે નિતારીને કાઢી લેવું. થાળીમાં છાપું પાથરી તેના ઉપર નાંખવું.
  • તે જ તેલમાં મખાણા તથા સાબુદાણા વારાફરતી તળવા. નિતારીને કાઢી લેવા.
  • શીંગદાણા, કાજુના કટકા, કિસમિસ તથા તલ પણ તળવા. થાળીમાં પાથરેલા છાપા ઉપર બધંુ જ કાઢી લેવું.
  • લીલાં મરચાંના નાના કટકા તળવા. થોડા તેલમાં મીઠા લીમડાનાં પાન શેકીને કડક કરવાં.
  • રાજગરાની ધાણીને શેકવી. બધી જ ચીજો ભેગી કરવી.
  • પ્રમાણસર મીઠું, લાલ મરચું, લીંબુનાં ફૂલ, દળેલી ખાંડ નાખી બરાબર હલાવવું. ઠંડંુ થયે ભરી લેવું. પ્રસાદ તરીકે ધરાવવું.
કવેરીઝ
  • 'કોદરી' આમ તો હલકું ધાન્ય કહેવાય છે. તેમાંથી શું પોષણ મળે?

કોદરીને ભલે હલકું ધાન્ય ગણવામાં આવે, પરંતુ તે ઘણું પૌષ્ટિક છે. અનાજની અવેજીમાં તે, રેશનીંગના સમયમાં વાપરવામાં આવતું. જમણમાં ચોખાને બદલે કોદરીનો ભાત બનાવાતો. દેખાવમાં કોદરી મોરૈયા જેવી હોય છે. તેને બરાબર સાફ કરી, ચોખ્ખી ધોઈને પાણીમાં પલાળી રાખવી, ત્યારબાદ ભાતની જેમ રાંધવી. તેમાં દહીં, મીઠું, આદું-મરચાં, જીરાનો વઘાર તેમજ કોથમીર નાંખી થોડી વાર ખદખદાવીને સ્વાદિષ્ટ ઘેંશ બનાવી શકાય અથવા વિવિધ શાક નાંખી પુલાવ પણ બને.

કોદરીમાંથી સરસ પ્રમાણમાં પ્રોટીન મળે છે, પછી ભલે તે પ્રોટીન ઉચ્ચ ગુણવતાવાળું ન હોય. તેમાં દહીં ઉમેરવાથી ગેરહાજર એવા 'આવશ્યક એમિનો એસિડ' આવી જતાં તેનું પ્રોટીન સંપૂર્ણ બને છે. કોદરીમાંથી આયર્ન પણ ઘણું મળે ઉપરાંત જરૂરી ક્ષારો જેવા કે મેગ્નેશ્યમ, ફોસ્ફરસ તથા ઝીંક પણ તે ધરાવે છે. તેમાં ફાઈબર્સનું પ્રમાણ સારું છે.

અઠવાડિયામાં બેથી ત્રણ વાર ભાતને બદલે કોદરી જરૂર બનાવવી. બીજો એક ધ્યાનમાં લેવા જેવો અગત્યનો મુદ્દો. ચોખા પૌષ્ટિક ખરા પરંતુ સામાન્ય રીતે આપણે પોલિશ કરેલા વાપરીએ છીએ. આ પ્રોસેસ દરમ્યાન ઉપરના પડમાં રહેલાં ઘણાં પોષકતત્ત્વોનો નાશ થાય છે. 'બી' જૂથનાં ઘણાં બધાં વિટામિનો તદ્દન ઓછાં થઈ જાય છે. કોદરીનાં સંપૂર્ણ પોષકતત્ત્વો ઘણે બધે અંશે શરીરને ઉપલબ્ધ બને છે. આ કારણે પણ વારંવાર કોદરી ખાવી.

  • 'મખાણા'માંથી શું પોષણ મળે?

મખાણામાંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જે પ્રમાણ ૧૦૦ ગ્રામે લગભગ ૧૦ ગ્રામ છે. ખાસ તો તેમાં કાર્બોદિતનું પ્રમાણ સારું છે તેથી કેલરી પણ વધુ છે. થોડું આર્યન પણ જરૂર મળે. બાકી ક્ષાર કે વિટામિન તેમાં તદ્દન ગેરહાજર છે.

agmehta@hotmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com