ટેરો કોસ્મોસ - નંદિની પટેલ
મેષ (Aries) માર્ચ ૨૦થી એપ્રિલ ૧૮ (ક્વીન ઓફ વોન્ડ)
કામ માટે શહેરની બહાર જવું પડે. તેનાથી લાભ થાય. નાણાકીય પરિસ્થિતિ સુમેળભરી રહે. નિર્ણય લેવામાં આઝાદી છીનવાતી હોય તેવું લાગે. યુવાવર્ગનાં ધારેલાં કામ રોકાય, જે થોડાક સમયમાં પૂર્ણ થાય. દેવીકવચથી ફાયદો
વૃષભ (Taurus) એપ્રિલ ૧૯થી મે ૧૯ (નાઇન ઓફ વોન્ડ)
નિર્ણય લેવામાં તકલીફ પડે. પોતે જ કાર્યબોજ વધુ લઈ અને અવ્યવસ્થામાં પડયા હોવ. મુસાફરી થાય. લાગણીના સંબંધમાં બંધાય. જે ઘણા સમયથી ન મળ્યા હોય એ મળે. નવા કામ માટે સાહસ કરે. બજરંગબાણ સાંભળવાથી ફાયદો.
મિથુન (Gemini) મે ૨૦થી જૂન ૨૦ (એસ ઓફ પેન્ટાકલ્સ)
નવા પ્રોજેક્ટ પર કામ થાય. નાણાકીય વ્યવસ્થા સારી રહે. મુસાફરીથી ફાયદો. યુવાવર્ગ પોતાની આવડત અને વગ લગાવીને કામ કરે. લોકો એમની સલાહ સૂચન માને. આનંદનો ગરબો સાંભળવાથી લાભ.
કર્ક (Cancer) જૂન ૨૧થી જુલાઇ ૨૧ (ધ ટેમ્પરન્સ)
નવા વિચારો કામે લગાવવાથી વખાણ થાય. કાયદાકીય બાબતમાં સફળતા મળે. સારા સમાચાર આવે. પોતાની આધ્યાત્મિકતામાં વ્યસ્ત રહેવું ગમે. બીજાઓનો સાથ સહકાર મળે. શિવાષ્ટકમ સાંભળવાથી લાભ.
સિંહ (Leo) જુલાઇ ૨૨થી ઓગસ્ટ ૨૧ (ધ ટેમ્પરન્સ)
નવી કલ્પનાશક્તિ ખીલે. કામમાં સફળતા દેખાય. ઘરમાં લગ્નની તૈયારીઓ થાય. નાના મેળાવડાનું આયોજન થાય. યુવાવર્ગ પોતાના હુન્નરને કામે લગાવે અને સફળતા મેળવે. શ્રી સુક્તમના પાઠથી લાભ.
કન્યા (Virgo) ઓગસ્ટ ૨૨થી સપ્ટેમ્બર ૨૧ (ધ ટાવર)
કોઈ સમાચાર તમને હલાવી નાંખે, બીજાઓ પર ભરોસો ન મૂકવો. પોતાનાં નાણાંનું ધ્યાન રાખવું. તબિયત ઠીક રહે. યુવાવર્ગને બીજાઓ સાથે રકઝક થાય, સાથ સહકાર ઓછો મળે. શનિચાલીસાથી લાભ.
તુલા (Libra) સપ્ટે. ૨૨થી ઓક્ટોબર ૨૨ (ધ સન)
ખૂબ જ શાણપણ સાથે પોતાનો કાર્યભાર સંભાળો. સફળતા મળે. મુસાફરી થાય. લાગણીઓમાં બેચેન રહો. વાતાવરણથી તબિયત સાચવવી. યુવાવર્ગ પ્રેમસંબંધમાં ઝંપલાવે. વિષ્ણુ સહસ્ત્રથી ફાયદો.
વૃશ્ચિક (Scorpio) ઓક્ટો. ૨૩થી નવેમ્બર ૨૦ (સિક્સ ઓફ કપ્સ)
નવા પ્રોજેક્ટ મનમાં હોય. કોઈ વર્ષો જૂની વ્યક્તિ તમને મદદ કરે. નાણાકીય સગવડ કરવાની રહે. પાર્ટનરશિપ થાય. યુવાવર્ગ અટકેલાં કામ પાછળ દોડે છતાં અઠવાડિયા પછી જ પૂર્ણ થાય. દેવીકવચથી લાભ.
ધન (Sagittarius) નવે. ૨૧થી ડિસેમ્બર ૨૦ (વ્હિલ ઓફ ફોરચ્યુન)
આ અઠવાડિયા દરમ્યાન બદલાવ મહેસૂસ કરો, પણ ધીરજ રાખવી. સારા ફેરફારો ઉત્સાહમાં વધારો કરે. યુવાવર્ગે દરેક કામમાં પોતાની જાતે જ પ્રોત્સાહન વધારી કામ લેવું જેમાં સફળ રહેવાય. બજરંગબાણથી રાહત.
મકર (Capricorn) ડિસે. ૨૧થી જાન્યુઆરી ૧૯ (ફાઇવ ઓફ પેન્ટાકલ)
કોઈ પણ વસ્તુ વગર વિચારે ન કરવી, નહીં તો એકલા પડી ગયા છો એવો અહેસાસ થાય. પ્રવાસ થાય. કામમાં સફળતા મેળવો. યુવાવર્ગ નવા કામના ઉત્સાહમાં હોય. શિવાષ્ટકમ સાંભળવાથી લાભ.
કુંભ (Aquarius) જાન્યુ. ૨૦થી ફેબ્રુઆરી ૧૮ (ધ એમ્પરેસ)
મુસાફરી થાય. સારા ખોટા અનુભવોમાંથી શીખવા મળે. નવા વિચારો હુન્નરમાં ઉમેરવાથી ફાયદો થાય. ક્યારેક બાળસહજ વૃત્તિઓ કરવાનું મન થાય. યુવાવર્ગ લાગણીના સુંદર બંધનમાં બંધાવા તૈયાર થાય. વિષ્ણુસહસ્ત્રથી ફાયદો.
મીન (Pisces) ફેબ્રુઆરી ૧૯થી માર્ચ ૧૯ (સેવન ઓફ સ્વોડ)
ક્યાંક ચતુરાઈથી વર્તવું પડે, નહીં તો અસફળ થવાય. સારી પાર્ટનરશિપ થાય. કાયદાકીય બાબતોમાં લાભ. કામમાં ઉતાવળ રાખવી પડે. યુવાવર્ગ પોતાના હુન્નરથી બધાંનાં મન જીતી લે. આનંદનો ગરબો સાંભળવાથી લાભ.
nandinipatel7 @yahoo.com