Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:43:06 AM IST
 

સમાગમ જલદી પૂરો થઈ જાય છે

Aug 07, 2012 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 32816
Rate: 3.3
Rating:
Bookmark The Article

કાનમાં કહું

છ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. અમારો સમાગમ જલદી પૂરો થઈ જાય છે. તેનો સમયગાળો લંબાવવા શું કરવું જોઈએ?

તમારી સમસ્યા તબીબી ભાષામાં પ્રીમેચ્યોર અથવા અર્લી ઇજેક્યુલેશન તરીકે ઓળખાય છે. એ માટે પહેલાં તો નિયમિત સેક્સ ભોગવવાનું રાખો. બે સમાગમ વચ્ચે લાંબો સમય જવા દેવાનું ટાળો. ક્યારેક આસનમાં ફેરફાર કરો. એટલે કે 'સ્ત્રી ઉપર અને પુરુષ નીચે' એ આસન ટ્રાય કરી જુઓ. કોન્ડોમ વાપરો છો? ન વાપરતા હો તો ચાલુ કરી દો. આ ઉપરાંત સ્ટોપ સ્ટાર્ટ નામની એક કસરત કરો. જેમાં લિંગ ઉત્તેજિત થાય, સ્ખલન થાય એ પહેલાં તેને શાંત પાડવાની કોશિશ કરો. આ કસરત તરત તો નહીં, પણ લાંબેગાળે લાભ કરાવી શકે છે. આ બધા પ્રયોગોથી તમારા સમાગમના સમયમાં ચોક્કસ સુધારો આવશે. છતાં પણ એમ લાગે કે ફરક નથી પડતો તો સેક્સોલોજિસ્ટની મદદ લેવી અનિવાર્ય છે.

મારા સ્પર્મ કાઉન્ટ ૨ કરોડ કરતાં ઓછા છે, જ્યારે મોટિલિટી ૫૦ ટકા જેવી છે. ડોક્ટરના કહેવા પ્રમાણે સંતાન સર્જન માટે આ સ્પર્મ પૂરતા નથી. ઘણી દવા કરી, પણ કોઈ ફાયદો નથી. શું કરવું?

સામાન્ય સંજોગોમાં વીર્યના ૧ મિલીલિટરના જથ્થામાં ૩ કરોડથી માંડીને ૨૦ કરોડ સુધીના શુક્રાણુઓ (સ્પર્મ્સ) હોય છે. તમે શુક્રાણુઓની અછત (ઓલિગોર્સ્પિમયા)ની બીમારીથી પીડાઓ છો. વીર્યમાં સિત્તેર ટકા જેટલા સ્પર્મ્સ સક્રિય રીતે હલનચલન કરતા (મોબાઇલ) હોય છે. જેની સંખ્યા પણ તમારામાં ઓછી છે. માટે કોઈ સારા ફર્ટિલિટી સેન્ટરમાં તમે સારવાર લો. ક્યારેક આટલા ઓછા કાઉન્ટથીય આકસ્મિક ગર્ભાવસ્થા સંભવી શકે છે, આથી ધીરજ રાખશો. ટેસ્ટટયુબ બેબી તો સ્ત્રીના ખાસ પ્રકારના વંધ્યત્વ માટેનો ઇલાજ છે. તમારા માટે આનાથી આગળના ઉપાયો તરીકે ઘનિષ્ઠ બનાવેલું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ (આઈ.યુ.આઈ) અથવા તો કોઈ ઉપાય ન બચે તો છેલ્લે અન્ય વ્યક્તિનું વીર્ય આપવાની રીત વિચારી શકાય (આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ડોનર-એ.આઈ.ડી) જાતે જાતે દવાનો પ્રયોગ ન કરશો.

હું ૨૧ વર્ષનો કોલેજિયન છું. આખો દિવસ કોલેજમાં ગર્લફ્રેન્ડને નજર સામે રાખ્યા પછી એ રાતે સપનામાં આવે છે. એ વખતે જ સ્વપ્નદોષ થઈ જાય છે. સ્વપ્નદોષનો ઉપાય શું?

તમારે શા માટે સ્વપ્નદોષનો ઉપાય કરવો છે? સ્વપ્નદોષ કોઈ બીમારી કે ખરાબ ચીજ છે એમ માનતા હો તો વેઇટ, સપનામાં સ્ખલન થાય (સ્વપ્નદોષ) એમાં કશું જ ખોટું નથી. ઉલટાના તમારે તો આનંદના દિવસો છે કે પ્રેમિકા સપનામાં આવે છે.

શાસ્ત્રમાં મૈથુનના ચાર પ્રકાર ગણાવ્યા છે. પહેલો પ્રકાર મૈથુન, એટલે કે સ્ત્રી-પુરુષના સંગથી થતી રતિક્રીડા. બીજો પ્રકાર નિદ્રામૈથુન એટલે કે ઊંઘમાં સ્ખલન થઈ જાય છે. ત્રીજો પ્રકાર સ્વપ્નમૈથુન, જે તમને થાય છે તે અને ચોથો હસ્તમૈથુન અર્થાત્ વ્યક્તિ જાગૃત અવસ્થામાં પાર્ટનરનો વિચાર કરીને પોતાના સેક્સઓર્ગન ઉપર દબાણ, મસાજ, સ્પર્શ, મૂવમેન્ટ કે સ્ટિમ્યુલેશન દ્વારા તેને ઉત્તેજે અને ક્લાઇમેક્સનો આનંદ લે. આ દરેક પ્રકારો નોર્મલ છે. જેઓ નિયમિત રીતે મૈથુન કે હસ્તમૈથુન નથી કરતા તેમને કુદરતી રીતે ઊંઘ કે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે. આ પ્રકૃતિનો ક્રમ છે. ટાંકી ભરાયા કરે અને તમે એને ખાલી ન કરો તો એ છલકાઈ જ જશે. આને 'ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ' કહેવાય છે. આ બીમારી નથી. તમે નોર્મલ છો એની નિશાની છે.

સ્વપ્નદોષ એ કોઈ 'દોષ' નથી. આ શબ્દપ્રયોગ જ સાવ ખોટો છે. આ કોઈ રોગ નથી. આ પ્રકૃતિ છે. આ શરીરનો સ્વભાવ છે. આ જીવનનો ક્રમ છે. આ તમારી સેક્સ્યુઆલિટીના પથમાં આવતો એક અનિવાર્ય માઇલસ્ટોન છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com