પલ્લિકેલ, તા.૭
ટ્વેન્ટી૨૦માં પણ ભારતનો વિજય
વન-ડે બાદ ટ્વેન્ટી૨૦માં પણ ભારતનો દબદબો યથાવત રહેતા એકમાત્ર ટ્વેન્ટી૨૦માં શ્રીલંકા સામે ૩૯ રને વિજય મેળવ્યો હતો. વન-ડે બાદ ટ્વેન્ટી૨૦માં પણ વિરાટ કોહલી અને ઈરફાન પઠાણ જીતના હિરો રહ્યા હતા. કોહલીના ૬૮ રનની ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા ૧૮ ઓવરમાં ૧૧૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
કોહલી ૬૮, ડિન્ડા ૪ વિકેટ, ઈરફાનની ૩ વિકેટ
શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દને ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું. ગંભીર ૬ રને આઉટ થતા ભારતની શરૃઆત ખરાબ રહી હતી. રહાણે અને કોહલીએ ૯.૫ ઓવરમાં ૭૪ રનની ભાગીદારી બનાવી બાજી સંભાળી હતી.રહાણે ૨૧ રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ શાનદાર ફોર્મ જારી રાખતા ૩૨ બોલમાં કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. કોહલી ૬૮ રને બનાવી ઈરાન્ગાનો શિકાર બન્યો હતો. કોહલી-રૈના વચ્ચે ૫ ઓવરમાં ૪૮ રનની ભાગીદારી નોંધાઈ હતી. ધોની અને રૈનાએ ૩.૩ ઓવરમાં ૨૬ રનની અતૂટ ભાગીદારી નોંધાવી ભારતનો સ્કોર ૧૫૫ રને પહોંચાડયો હતો. રૈના ૩૪ અને ધોની ૧૬ રને અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી ઈરન્ગાએ ૨ અને મેન્ડિસે ૧ વિકેટ ઝડપી હતી.
|
ભારત
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
ગંભીર બો. ઈરન્ગા
|
૬
|
૮
|
૧
|
૦
|
|
રહાણે કો એન્ડ બો. મેન્ડિસ
|
૨૧
|
૨૫
|
૦
|
૧
|
|
કોહલી કો. થિરીમને બો. ઈરન્ગા
|
૬૮
|
૪૮
|
૧૧
|
૧
|
|
રૈના અણનમ
|
૩૪
|
૨૫
|
૩
|
૧
|
|
ધોની અણનમ
|
૧૬
|
૧૪
|
૨
|
૦
|
એકસ્ટ્રા : ૧૦, કુલ : (૨૦ ઓવરમાં, ૩ વિકેટે) ૧૫૫, વિકેટ : ૧-૭ (ંગંભીર, ૧.૪), ૨-૮૧ (રહાણે, ૧૧.૩), ૩-૧૨૯ (કોહલી, ૧૬.૩). બોલિંગ : મેથ્યુસ : ૩-૦-૨૩-૦, ઈરન્ગા : ૪-૦-૩૦-૨, મલિંગા : ૪-૦-૩૧-૦, પરેરા : ૪-૦-૩૪-૦, હેરાથ : ૩-૦-૧૭-૦, જે. મેન્ડિસ : ૨-૦૧૩-૧.
|
શ્રીલંકા
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
જયવર્દને એલબી. બો. ઇરફાન
|
૨૬
|
૧૯
|
૫
|
૦
|
|
દિલશાન બો. ઇરફાન
|
૦
|
૧
|
૦
|
૦
|
|
તરંગા કો. રૈના બો. ઇરફાન
|
૫
|
૪
|
૦
|
૦
|
|
થિરીમને બો. અશ્વિન
|
૨૦
|
૧૫
|
૨
|
૦
|
|
મેથ્યુસ કો. ધોની બો. ડિન્ડા
|
૩૧
|
૨૯
|
૩
|
૦
|
|
મેન્ડિસ કો. રહાણે બો. યાદવ
|
૧૧
|
૧૫
|
૦
|
૦
|
|
ચંદિમલ કો. કોહલી બો. ડિન્ડા
|
૭
|
૧૧
|
૧
|
૦
|
|
પરેરા રનઆઉટ
|
૧
|
૫
|
૦
|
૦
|
|
ઈરન્ગા કો. અશ્વિન બો. ડિન્ડા
|
૬
|
૭
|
૧
|
૦
|
|
મલિંગા કો. ધોની બો. ડિન્ડા
|
૦
|
૨
|
૦
|
૦
|
|
હેરાથ અણનમ
|
૦
|
૦
|
૦
|
૦
|
એક્સ્ટ્રા : ૦૯, કુલ : (૧૮ ઓવરમાં) ૧૧૬, વિકેટ : ૧-૭ (દિલશાન, ૦.૫), ૨-૧૪ (તરંગા, ૨.૧), ૩-૩૫ (જયવર્દને, ૪.૨), ૪-૬૮ (થિરીમને, ૯.૧), ૫-૯૬ (મેથ્યુસ,૧૨.૬), ૬-૧૦૦ (મેન્ડિસ, ૧૪.૩), ૭-૧૦૨ (પરેરા, ૧૫.૨), ૮-૧૧૬ (ચંદીમલ, ૧૭.૨), ૯-૧૧૬ (ઈરન્ગા, ૧૭.૪), ૧૦-૧૧૬ (મલિંગા, ૧૭.૬). બોલિંગ : ઇરફાન : ૪-૦-૨૭-૩, યાદવ : ૩-૦-૨૪-૧ ડિન્ડા : ૩-૧-૧૯-૪,કોહલી : ૩-૦-૧૩-૦, રોહિત : ૧-૦-૯-૦, અશ્વિન : ૪-૦-૨૨-૦.