Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 11:34:02 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

CNNએ નિકી હેલી માટે પંજાબનો નકશો દર્શાવતા વિવાદ

Aug 07, 2012 NRI > US
 
Tags:   Niki Hall CNN NRI Indian origin Indian comment     E-Mail     Print    
 
Viewed: 2061
Rate: 0
Rating:
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. ૭

અમેરિકાની અગ્રગણ્ય ન્યૂઝ ચેનલ સીએનએન દ્વારા નિકી હેલી માટે પંજાબનો નકશો દર્શાવવામાં આવતા હોબાળો મચ્યો હતો. સીએનએનએ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી હતી કે આ મહિનાનાં અંતમાં ટામ્પા ખાતે યોજાનાર રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં મૂળ ભારતીય પણ સાઉથ કેરોલિનાનાં ગવર્નર નિકી હેલી મુખ્ય વક્તા રહેશે. ટીવી નેટવર્ક પર આ જાહેરાત કરતી વખતે સીએનએનએ દ્વારા પંજાબનો નકશો દર્શાવવામાં આવ્યો હતો.

નિકી હાલ સાઉથ કેરોલીનાના ખ્રિસ્તી ગવર્નર છે

વિસ્કોન્સિન ખાતે ગુરૃદ્વારામાં થયેલી શૂટિંગની ઘટનાનાં કવરેજની મધ્યમાં સીએનએન દ્વારા આ ભૂલ કરાઈ હતી. હેલીનાં માતાપિતા પંજાબનાં છે તેથી આ ભુલ થઈ હોય તેવું બની શકે છે. સીએનએનનાં પ્રવક્તાએ તેમની ભૂલનો સ્વીકાર કર્યો હતો. દરમિયાન હેલીએ તેનાં ફેસબુકનાં પેજ પર ગુરૃદ્વારાની ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. પ્રાર્થના અને પૂજાનાં આવા શાંત સ્થળે આ પ્રકારની ઘટના આઘાતજનક છે તેમ નિકીએ કહ્યું હતું. ઘટનાનો ભોગ બનેલા નિર્દોષો અને તેમનાં પરિવારો પ્રત્યે તેમણે શોક દર્શાવ્યો હતો. નિકીએ ધર્માતર કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોવા છતાં સ્થાનિક ગુરૃદ્વારા સાથે સંપર્ક રાખ્યો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com