અમદાવાદ, તા.૭
સેન્સેક્સ મહિનાની ટોચે બંધ રહ્યો
આજે આંતરરાષ્ટ્રીય બજારોમાં સુસ્તી હોવા છતાં શરૂ થઇ રહેલા સંસદના સત્રમાં કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ આર્થિથક સુધારાને વેગ આપતી જાહેરાતો કરશે એવી આશાએ ભારતીય શેરબજારો મહીનાની ટોચે બંધ રહ્યાં હતાં. સળંગ બીજા દિવસે ભારતીય શેરબજારોમાં મજબુતિ રહી હતી. સેન્સેક્સ ૧૮૮.૮૨ પોઇન્ટના ઉછાળે ૧૭૬૦૧.૭૮ની સપાટીએ બંધ રહ્યો હતો. ૧૦મી જુલાઇના રોજ સેન્સેક્સ ૧૬૬૧૮.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો ત્યાર પછીનો આ ઊંચામાં ઊંચો બંધ છે, ઇન્ટ્રા ડેમાં ઓટો, રિયલ્ટી, બેન્કિંગ શેરોની આગેવાની હેઠળ સેન્સેક્સ ચાર મહીનાની ટોચે આંબી ગયો હતો.
આઇસીઆઇસીઆઇ બેન્ક, તાતા મોટર્સ, ટીસીએસ, એચડીએફસી, એસબીઆઇ, એલએન્ડટી અને બજાજ ઓટોના શેરમાં ઉછાળાના કારણે સેનેસેક્સમાં સળંગ બીજા દિવસે સંગીન ઉછાળો નોંધાયો હતો. યુએસ લિસ્ટેડ કોગ્નીઝન્ટના શેરમાં રેવન્યુની આગાહીના પગલે શેરમાં ઉછાળો નોંધાયો હતો અને તેના પગલે બીજા આઇટી શેરોને પણ ટેકો મળ્યો હતો. આજે બજારમાં રેટ ઘટાડાની અટકળોના પગલે રેટ સિન્સિટિવ શેરોમાં ઉછાળો નોંધાયો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં ઓઇલ ગેસ અને કન્ઝ્યુમર ડયુરેબલ્સ શેરોને બાદ કરતાં તમામમાં સુધારો નોંધાયો હતો. આજે બીએસઇ ખાતે ૧૫૦૦ શેરો વધ્યાં હતાં અને તેના પગલે રોકાણકારોની સંપતિમાં ૪૦ હજાર કરોડથી પણ વધુનો ઉમેરો થયો હતો.એનએસઇ નિપ્ટી ૫૪.૧૫ પોઇન્ટ વધીને ૫૩૩૬.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. કેન્દ્રીય નાણામંત્રીના રાજકોષીય ખાધ ઓછી કરવા તેમજ કરવેરાના ગૂંચવાડાનો પ્રશ્ન હાથ પર લેવાના મુદ્દાના કારણે શેરબજારમાં જોમ પાછું ફર્યું છે.
એશિયાઇ બજારોમાં પણ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક કર્જ સંકટ હળવું કરવા પગલાં લેશે એવા સંચાર પાછળ સાધારણ મજબુતી હતી. ચીન, હોંગકોંગ, જાપાન, દ.કોરિયા અને તાઇવાન ૦.૦૫ ટકાથી ૦.૮૮ ટકાના સુધારા સાથે બંધ રહ્યાં હતાં. કેક, ડેક્સ અને ફુત્સી પણ સાધારણ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સમાં ૩૦માંથી ૨૫ શેરો વધીને બંધ થયા હતાં. બીએસઇ ખાતે ૧૫૨૨ શેરો વધ્યાં હતાં. સેક્ટરલ ઇન્ડેકસમાં આઇટી ૧.૯૫ ટકા, ઓટો ૧.૭૦ ટકા, ટેકનોલોજી ૧.૫૮ ટકા રિયલ્ટી ૧.૫૩ ટકા, બેન્કેક્સ ૧.૨૦ ટકા વધીને બંધ રહ્યાં હતાં. ટોટલ ટર્નઓવર રૂ. ૨૧૭૮.૯૨ કરોડ રહ્યું હતું. ચિદમ્બરમના આગમનને પગલે પીએસયુ શેરો પણ લાઇમ લાઇટમાં રહ્યાં હતાં. બીએસઇ ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટનું ટર્નઓવર રૂ. ૩૩,૮૮૬.૮૪ કરોડના કામકાજ થયા હતાં. તમામ બ્રોડ બેઝ ઇન્ડેક્સ સુધારે બંદ રહ્યાં હતાં.
માર્કેટ કેપ રૂ. ૬૧.૭૫ લાખ કરોડ રહ્યું હતું. આજે એફઆઇઆઇએ રૂ. ૨૪૫૫.૫૬કરોડની લેવાલી અને રૂ. ૧૬૩૯.૬૧ કરોડની વેચવાલી કરી હતી.
શેરબજાર માટે ઓગસ્ટ મહીનો મહત્ત્વનો
મુંબઇઃ સંસદનું ચોમાસુ સત્ર આઠ ઓગસ્ટથી શરૂ થઇ રહ્યું છે. આથી આર્થિક સુધારાના મુદ્દે સરકાર ક્યા નકક્રર પગલાં ઉઠાવે છે તેના પર શેરબજારની નજર રહેશે. એડલવેઇઝ ગ્રુપના રમેન રસેશ શાહના મતે ઓગસ્ટ મહીનો બજાર માટે એકદમ મહત્ત્વનો છે. નાણામંત્રી ચિદમ્બરમ પાસેથી બજારની અપેક્ષાઓ વધી ગઇ છે. જો આર્થિક સુધારાના મુદ્દે નાનુ પગલું ઉઠાવવામાં આવશે તો પણ બજાર તેને ઉમળકાભેર આવકારશે. પરંતુ આર્થિક સુધારાના મુદ્દે કાંઇ જ નહીં થાય તો નિરાશા શે. બજારના હાલના વેલ્યુએશન સારા છે તેમના મતે આગામી છ માહીના સુધા હાલના લેવલની આસપાસ બજાર જળવાઇ રહેવું જોઇએ, મારુતિના માનેસર પ્લાન્ટની ઘટના અને વીજળીની ગ્રીડ ફેઇલ વાને કારણે ઉદ્યોગનો યેલું કરોડોનું નુકસાન આ બંને ઘટનાએ ભારતની *તિષ્ઠાને હાનિ પહોંચાડી છે. સરકારે જૂના રોકામ પર ગાર લગાવવાનો નિર્ણય ટાળી દેવો જોઇએ. ગારના નિયમો એકદમ સ્પષ્ટ હોય તે જરૂરી છે. ૨૦૧૩માં ભારત નો વિકાસદર ૬.૫ રહેવાનો અંદાજ છે. પરંતુ મોંઘવારી ૭.૫ ટકાના દરે રહે તો વિકાસ આડે મોટો અવરોધ બનશે.