Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:42:31 AM IST
 

મહુવાના મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટર્સના દરોડા

Aug 08, 2012 Gujarat > Bhavnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 230
Rate: 0
Rating:
Bookmark The Article

મહુવા, તા.૭

રાજુલાના વીજપડી ગામે આલ્કોહોલીક કેફી સીરપ પીવાના પગલે બે યુવકોના મોત નીપજ્યા હતા. જે બનાવના પગલે ભાવનગર ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ઈન્સ્પેક્ટર્સની ટીમે આળસ ખંખેરીને આજે મંગળવારે મહુવા શહેરના મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતુ. જેના પગલે દવાની દુકાન દારોમાં હલચલ મચી ગઈ હતી. દરમિયાનમાં આજે મહુવાની ૩૦ દવાની દુકાનોમાં ચેકિંગ કરતાં કંઈ વાંધાજનક નહિ મળ્યાનું અંતરંગ વર્તુળો માંથી જાણવા મળ્યું હતુ.

  • દવાની ૩૦ દુકાનોમાં ચેકિંગ કરતાં ફેરો ફોગટ નીકળ્યો

ભાવનગર ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલના આસી. કમિશનર આઈ.જી. શેખની સૂચનાથી આજે મંગળવારે કચેરીના સિનિયર ડ્રગ્સ ઈન્સ્પેક્ટર એમ.પી.નાકરાણી, નિરીક્ષક સી.એન. કળથિયા, ઉર્વશીબેન બારગોળિયા સહિતનાએ મહુવા શહેરના ગાંધીબાગ રોડ, ડોક્ટર સ્ટ્રીટ, સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા ૩૦ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતુ.

જે ચેકિંગમાં કોઈપણ દુકાનમાંથી નશાકારક આલ્કોહોલીક ડ્રગ્સ-સીરપ કે અન્ય વાંધાજનક કેફી દવાઓ મળી આવી ન હતી તેમ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સી.એન.કળથિયાએ વાતચીતમાં જણાવ્યું હતુ. જો કે, એક મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ ગેરહાજર જણાતાં દુકાનદારને તાકીદ કરાઈ હતી.

તેમણે ઉમેર્યું કે, અમરેલીના વીજપડી, રાજુલા પંથકમાં મજૂર વર્ગના લોકોમાં આલ્કોહોલની અવેજીમાં સીરપનું સેવન કરાય છે. ખાસ કરીને દરિયાકાંઠાના મજૂરો કોસ્મેટિક સીરપ પીવે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com